પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરાજિતનું ગાન
૩૫
 


પરાજિતનું ગાન
[૧૯૩૩માં ગાંધીજી પોતાની ને દેશની પરાજિત દશામાં સૌ પહેલા મુંબઈ આવ્યા ત્યારવેળાનું ]
Bapuna Parna 7.jpg

પરાજિતનું ગાન :
ગા મન, પરાજિતનું ગાન.
એકલ પરાજિતનું ગાન. ૩

પરાજિત સેનાપતિનાં
પંથ ને મેદાન સૂનાં :
શમ્યાં છે સન્માન જૂનાં :
વિજન પુરની ગલીગલીએ
તો ય ગાજે ગાન,
ઓ મન ! પરાજિતનું ગાન ! ૯

પરાજિત પાછો વળે
સજવા નવાં આયુધ,
જનેતાને સ્તનથી
પીવા અભયનાં દૂધ. ૧૩