પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
બાપુનાં પારણાં
 

કોણ સૂતા કોણ જાગે,
કોણ જખમી દવા માગે,
પૂછતો પ્રેમાળ રાગે
ભમે છે મહેમાન :
ગા મન ! પરાજિતનું ગાન. ૧૮

પરાજિતનો ચાંદલો : કંકુ તણો :
પરાજિતનાં છત્ર ચામર વીંઝણો :
પરાજિતના લખોમુખ યોદ્ધાગણો:
સહુ વિરામ્યાં, એક નવ વિરમો
બિરદનું ગાન !
ગા મન પરાજિતનું ગાન :
એકલ પરાજિતનું ગાન. ૨૬