પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
બાપુનાં પારણાં
 

સો સો રે સલામું મારાં ભાંડુડાને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો જી !
મળાયું ન તેને સૌને માફમાફ કે'જો ને
રુદિયામાં રાખી અમને રે'જો હો જી.

ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તો યે, ૫
પૂરાં જેનાં પ્રાછત કદી યે જડશે ન જી,
એવા પાપદાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી!
 – સો સો રે સલામું૦


[૧] કીધાં ખાખ ખાંડવ વનને પાંડુ તણા પુત્રે તે દી'
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો જી, ૧૦
આદુનાં નિવાસી એ તે આ રે આર્યભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે લુંટાણાં હો જી,
 – સો સો રે સલામું૦


[૨] રધુપતિ રામ મારા રુદાનો વિસામો-એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હોજી,


  1. ૧.૧. અર્જુને ખંડવ વન સળગાવીને સર્પોને નહિ પણ નાગ નામની અનાર્ય માનવજાતિને ભસ્મીભૂત કરી હતી : કેવળ્ એ આદીવાસી પ્રદેશ પચાવી પાડવા માટે જ.
  2. ૨.૨, એક બ્રાહ્મણે આવીને રામચંદ્ર પાસે પોકાર કર્યો કે શમ્બુક નામના એક શૂદ્રે તપશ્ચર્યા માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે ! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કર્યો હતો.