પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
બાપુનાં પારણાં
 





[૧]અંતરની આહ


('૩૧માં ગાધીજી ગોળમેજી પરિષદમાં જતા અટક્યા ત્યારે}


મને સાગરપાર બોલાવી ઓ બ્રીટન !
આદરમાનભર્યાં દઈ ઈજન,
બાંધવતા કેરાં બાંધીને બંધન

આખર આજ મતિ બિગડી :
રૂડી શ્વેત ધજા રગદોળી રહી ! ૫
અયિ ! અમૃત ચોઘડિયાં ગડિયાં
ત્યારે કેમ હળાહળ ઘોળી રહી !

મારા કોલ પળાવવા કારણિયે
ખાંડ્યા ખેડૂતોને મેં તો ખાંડણિયે,
એનાં ધાન લીધાં કણીએ કણીએ, ૧૦
'ખપી જાઓ, વીરા મારા,
નેકીને ખાતર!'
એમ ધૂમ્યો વિનવી વિનવી,


  1. *ચાર ગીતોમાં ગાંધીજીની જુદા જુદા પ્રસંગોની મનોદશા વર્ણવેલી છે.