પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંતરની આહ
૪૫
 

ત્યારે વાહ સુજાન ! ઈમાનદારી કેરી
વાત તારી તો નવી ને નવી !

હું 'સુલેહ ! સુલેહ ! સુલેહ !' રટ્યો; ૧૫
નવ નેકીને પંથેથી લેશ હટ્યો,
દિલે તારેથી તો યે ન દંશ મટ્યો,

તું 'ડરાવ ! દબાવ ! ઉડાવ !' વિના
બીજો દાવ એકેય શીખી જ નથી !
તુંને શું કહું માનવની જનનિ ! ૨૦
વશ થાય પશુ પણ વાલપથી.

મારા ખેડુને માર: મને તંહીં મેફિલ !
અહીં ગોળીબાર: ત્યાં કૂજે કોકિલ !
અહીં કાળાં કારાગાર: ત્યાં મંજિલ !

ખૂબ સહ્યાં અપમાન, ગળ્યાં વિષપાન; ૨૫
હવે મને રોકીશ ના !
મારાં સ્થાન માતા કેરી ઝુંપડીએ :
મને મેફિલમાં ઘેલી ! ગોતીશ ના.

અહીં છે, અહીં છે, મુગતિ અહીં છે;
નથી ત્યાં, નથી ત્યાં, બીજે ક્યાં, અહીં છે; ૩૦
પ્યારી મા-ભૂમિની ધરતી મહીં છે.