પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
બાપુનાં પારણાં
 

એને શોધીશના દિલ ! સાગરપારની
તેજભરી તકરાર વિશે,
એનો રાખીશ ના ઇતબાર હવે
બીજી વાર કો' કોલકરાર વિશે ! ૩૫

વળી જાઓ, રે વ્હાણ વિદેશ તણાં !
મારે હૈયે તો કોડ હતા ય ઘણા
સારી સૃષ્ટિના સંતસમાગમના.

મારેહોંશ તો ખાસ હતી મારા ખૂનના
પ્યાસી જનોના મિલાપ તણી; ૪૦
મારે હામ હતી ભૂખ્યા સિંહોને બોડમાં
પેસીને પીઠ પંપાળવાની.

મહાસિંધુની ઓ લહરી લહરી !
તમ બિન્દુ યે બિન્દુની જીભ કરી
વદજો સારા વિશ્વને તીર ફરી – ૪૫

જગબાંધવતા કેરા વૈરીજનોને ન
ગાંધીનું પ્રેમપ્રયાણ ગમ્યું;
દારૂગોળાના વારસદારને નગ્ન
ફકીરનું નેત્રસુધા ન ગમ્યું. ૪૯