પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
બાપુનાં પારણાં
 


છેલ્લો કટોરો
['૩૧ ની ગોળમેજી પરિષદમાં જતી વેળા]

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું
ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું પ

આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન, રિપુ–મન માપવું બાપુ ! – છેલ્લો૦

સુરઅસુરના આ નવયુગી ઉદધિ–વલોણે
શી છે ગતાગમ રત્નના કામી જનોને !
તું વિના શંભુ ! કોણ પીશે ઝેર દોણે?

હૈયાલગી ગળવા ગરલ ઝટ જાઓ રે બાપુ ! ૧૦
ઓ સૌમ્ય રૌદ્ર ! કરાલ કોમલ ! જાઓ રે બાપુ ! – છેલ્લો૦