પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લો કટોરો
૪૯
 


કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટ્યા?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન–નીર ખૂટ્યાં?
શું આભ સૂરજ–ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં? ૧૫

દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો બાપુ !
સહિયું ઘણું, સહિશું વધુ, નવ થડકજો બાપુ – છેલ્લો૦

ચાબૂક, જસી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડા ઘણા છંટકાવ ગોળીબારના, ૨૦

એ તે બધાં ય જરી ગયાં, કોઠે પડ્યાં બાપુ !
ફલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ – છેલ્લો૦

શું થયું, ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો,
બોસા દઈશું ભલે ખાલી હાથ આવો !
રોપશુ તારે કંઠ રસબસતી ભુજાઓ. ૨૫

દુનિયા તણે મોંયે જરી જઈ આવજો બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ ! – છેલ્લો૦