પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
બાપુનાં પારણાં
 


જગ મારશે મેણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી ! ૩૦

આજાર માનવ–જાત આકુલ થઈ રહી બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ ! – છેલ્લો૦

જા બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને.

ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ ! ૩૯