પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતા, તારો બેટડો આવે
૫૩
 


ઠાલાં નવ ઢોળશો પાણી !
ના ના એની વેદના નાની–માતાo

કોટકોટાન હૂતાશ જલે તારા
હૈયાની માંહીં ઓ આભ ! ૨૦
એવી ક્રોડ આપદા ધીકે
છાની એની છાતડી નીચે–માતા૦

માનતાં'તાં કૂડાં માનવી રે,
એને ફોસલાવી લેવો સે'લ !
પારાધીનાં પિંજરાં ખાલી,
હંસો મારો નીકળ્યો હાલી–માતા૦ ૨૫

ઘોર અંધારી એ રાતમાં રે
બીજાં બાળ ઘોરાણાં તમામ,
આઠે પાર જાગતી આંખે,
બેઠો તું તો દીવડે ઝાંખે–માતા૦

ખૂડ્યા બૂડ્યા બીજા ઘેલડા રે
માયામોહ કેરે પારાવાર;
બેટા ! તું તો પોયણું નાનું, ૩૦
ઊભું એક અણભિંજાણું–માતા૦