પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
બાપુનાં પારણાં
 


પોતાના પ્રાણપિપાસુઓનાં તેં તો
ખોળલે ખેલાવ્યાં બાળ;
ચુમી ચુમી છાતીએ ચાંપ્યાં,
બંધુતાના બોલડા આપ્યા–માતા૦

રોમેરોમે તારે દાંત ભીંસી ઝેરી
કરડ્યા કાળુડા નાગ,
ડંખે ડંખે દૂધની ધારા,
રેલી તારા દેહથી પ્યારા ! – માતા૦

ચીર પાંચાળીનાં ખેંચવામાં નો'તા
પાંડવોએ દીધા હાથ,
આજે અધિકાઈ મેં દેખી.
બેટાઓએ માતને પીંખી–માતા૦ ૪૦

એકલો તું આડા હાથ દેતો ઊભો
દોખિયાંને દરબાર,
તારી એ અતાગ સબૂરી,
શોષી લીધી પ્રાણની પૂરી–માતા૦

કૂડ પીધાં હીણમાન પીધાં,
પીધાં ઘોળી દગાવાળાં દૂધ,
કડકડતાં તેલ તેં પીધા,
ગાળી ગાળી લોહ પણ પીધાં–માતા૦