પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
બાપુનાં પારણાં
 


સમરથનો સૂરજ આજે આથમે,
આથમે ભૂપતિઓના ભાણ :
ખંડ રે પતિયુનાં તખતો ખળભળે, ૨પ
ભાઈ ! એના દળમાં ભંગાણ–ઊંડી રે૦

દૂબળા રેવું છે દિન કેટલા ?
કેટલા જુગ રે કંગાળ ?
નોધારાં થઈને શીદ શરણાં લિયો ?
દુનિયાને દેજો રે હુંકાર–ઊંડી રે૦ ૩૦

લખોમખ વેરી છે ધણીએ રિદ્ધિયું
ધરતીને ખોળે ઠોરઠોર;
ખાવિંદે દીધા છે દરિયા ને હવા,
આજ એમાં પડિયા છે ચોર–ઊંડી રે૦

ઊંચાં રે નીચાં ને ધનવંત નિરધનાં ૩૫
ભાઈ રે એ તો કૂડના રે ભેદ,
ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી;
મનડાની આખરી ઉમેદ–ઊંડી રે૦

ખ્યાલા તે ઘૂંટ્યા મેં અમરત-પાનના:
આવજો પીવા પ્રેમવાન, ૪૦