પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રણ વાચન-શ્રેણીઓ

'૪૨ના સપ્ટેમ્બરમાં સરકારે ફૂલછાબ સાપ્તાહિક પર થોડા માસ પ્રતિબંધ ફરમાવ્યો હતો તે વખતે અમે એક સાહિત્યશ્રેણી ચાલુ કરી હતી. તેમાં ૮૦-૧૦૦ પાનાંની પુસ્તિકાઓ પ્રકટ કરતા. આ શ્રેણીમાં નીચે મુજબની છ છ ચોપડીઓના બે ઝૂમખા બન્યાં હતાં.

૧. 'મરેલાંનાં રૂધિર ને જીવતાનાં આંસુડાંઓ : એમાં ભારતવર્ષનું નવનિર્માણ કરનારા મુએલ તેમજ જીવતા રાષ્ટ્રપુરુષોની ક્રમબદ્ધ ઝડપી જીવન-કથાઓ છે.

ર. આપણું ઘર : એમાં અનેક રાષ્ટ્રપુરુષોએ પોતાના જીવનનાં ઘણાં વર્ષો સુધી ઘર બની ગયેલ કારાગારને વિશે શું શું લખ્યું છે ને કેવા મંથનો ચિંતનો અનુભવેલ છે તેનો ચિતાર છે.

૩ અકબરની યાદમાં : '૪૨ની સાલમાં મુગલ શહેનશાહ અકબરની જયન્તી ઉજવાઈ હતી તે અવસરને નિમિત્તે પ્રકટ કરેલ આ ચોપડીમાં મુસ્લિમોનું આ દેશમાં આગમન થયું ત્યારથી લઈ કોમી પ્રશ્ન અત્યારે કઈ અવસ્થાએ પહોંચ્યો છે ત્યાં સુધીનો ક્રમબદ્ધ ઇતિહાસ આપ્યો છે.

૪ પાંચ વરસના પંખીડાં : હિંદી વાઈસરાય લૉર્ડ લિન્લીથગોની વિદાય વેળાને નિમિત્તે પ્રકટ કરેલ આ પુસ્તિકામાં હિન્દ પર અંગ્રેજ વાઈસરોયોની હાકેમી શરૂ થઈ ત્યારથી લઈ આા જ સુધીની એ હાકેમોની બહુરંગી તવારીખ આપી છે.

પ આપણા ઘરની વાતો : જેમાં રાષ્ટ્ર પુરૂષોનાં કારાવાસજીવનની વધુ અનુભવ કથાઓ છે.

૬ લોકગંગા : આમાં ગ્રામીણ તેમજ શહેરી લોકજીવનનાં રહસ્ય આપતા બહુવિધ પ્રસંગોનો ચિતાર છે.

આ એક ઝૂમખું. બીજુ ગૂમખું નીચેની છ પુસ્તિકાઓનું બન્યું છે.

૧ આપણો મહાવીર પાડોશી

ર. ધ્વજ-મિલાપ : આ બેઉ પુસ્તિકાઓમાં ચીન દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ તેમજ આાંતરસંગ્રામ દ્વારા એ દેશનું નવનિર્માણ બની રહ્યું છે તેનો ઇતિહાસ છે.