પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૪
ખામોશીના પાઠ

“જ્યારે પ્રજામાં નવું જોશ ને નવી તાકાત આવી છે ત્યારે તેનો ભૂલેચૂકે પણ આપણે હાથે દુરુપયોગ ન થવા પામે એ વિશે આપણે રાતદિવસ જાગૃત રહેવાનું છે.”

ભા રવિશંકરે બારડોલીની પાઠશાળાની સૂરતમાં વાત કરી હતી. એ પાઠશાળામાં અભયપાઠ ખેડૂતો શીખી રહ્યા હતા, તેની સરકારને રોજરોજ અધિક જાણ થતી જતી હતી. ખાલસાની નોટિસની તારીખો ગઈ, જમીન તો હજી ખાલસા ન થઈ, અને ઊલટા અભિનંદનના ઠરાવો અને ઉત્સવની વિરાટ સભાઓ થવા લાગી છે. બારડોલીના લોકો પ્રસિદ્ધ થવા લાગ્યા છે એટલું જ નહિ, બારડોલીનાં દર્શને લોકો આવવા લાગ્યા છે. ધારાસભાના ચાર સભ્ય શ્રી. શિવદાસાની, રા. સા. દાદુભાઈ દેસાઈ, રા. બ. ભીમભાઈ નાયક અને શ્રી. દીક્ષિત આ અરસામાં બારડોલી જોવા આવ્યા; અને ખેડૂતોનું સંગઠન, ખેડૂતોની નીડરતા અને મક્કમતા જોઈને ચકિત થયા. શ્રી. શિવદાસાની તો આ તાલુકાના અનુભવી. ૧૯૨૧માં ગાંધીજીને જેલ જતા ન જોઈ શક્યા એટલે સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપીને બેઠેલા. તાલુકાની એક સભા જોઈને તેમણે કાઢેલા ઉદ્‌ગાર બહુ નોંધવા જેવા હતા :

“આજે ખેડૂત પોતાના પર શું દુઃખ છે તે સમજે છે અને આટલો ઉત્સાહ ધરાવે છે તે જ બતાવે છે કે સત્ય તેના જ પક્ષમાં છે. બે મહિના પહેલાં મને શંકા હતી, કારણ વાલોડમાં એક સભામાં હું ગયેલો ત્યાં લોકોએ તૈયાર હોવાની ખાત્રી આપ્યા પછી આ તાલુકાના જ એક માણસે મને કાગળ

૧૦૦