પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૮
દાઝ્યા ઉપર ડામ

“ખેડાના ધાંધલિયા અહીં આવીને ખેડૂતો પર જીવે છે, ને કમિશનરસાહેબ ત્રણ હજારનો મનિઑર્ડર વિલાયતથી મંગાવીને ખાતા હશે ? તમે કોના ઉપર જીવો છો ?”

રકારે રેવન્યુ કાયદાની કલમ અને દીવાની કાયદાની કલમ પણ આ જપ્તીના કામમાં ઊંચી મૂકી હતી એ આપણે જોયું; ન જોઈ રાત, ન જોઈ મધરાત, ન આપી પહોંચ, ન કર્યાં પંચાતનામાં, ન જોયા ખાતેદાર, ન જોયા બિનખાતેદાર, હવે વલ્લભભાઈની ભાષામાં કહીએ તો બીજા ખાતાંને પણ વટાળવા માંડ્યાં હતાં. આબકારીખાતું તો હાથ લાગ્યું જ હતું. દારૂના પરવાના માટે આપવામાં આવેલા પૈસા મહેસૂલ પેટે જમા લેવાય, અને દોરાબજીની સતામણી આબકારી ખાતાના અમલદારો દ્વારા જ ઘણીખરી કરવામાં આવી, હવે ખેતીવાડી ખાતું — ખેડૂતોના કલ્યાણને માટે કરવામાં આવેલું ખાતું — સરકારનું હથિયાર બન્યું. તાલુકાના કેટલાક ખેડૂતો ખેતીવાડી ખાતામાંથી કપાસનું બી લઈને ખેતીવાડી ખાતા મારફત જ રૂ વેચે છે. એ રૂ ખાતાનું નથી હોતું, પણ ખાતું ખેડૂતને માટે અનામત રાખી વેચી દે છે. આવા રૂની ઘણી ગાંસડી એક જીનમાં પડેલી હતી. બસ મામલતદારે જઈને

૧૩૫