પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 નહિ ભરવાની લડત ઉપાડેલી. અને જેઓ મહેસૂલ આપવા ઈચ્છે છે તેમને તે આપતા અટકાવવા માટે તેમણે લગભગ ખેડાના જેવી જ યુક્તિઓ અહીં અજમાવી છે, એટલે કે એવા મહેસૂલ ભરવા ઇચ્છનારા લોકોને નાતબહાર મૂકવાની, સામાજિક બહિષ્કારની અને દંડની ધમકીઓ આપવામાં આવે છે.

ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયાઓ આવ્યા છે: એ તાલુકાઓનું રિવિઝન સેટલમેંટ રેલને કારણે બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. છેલ્લા સાત કે આઠ મહિનામાં ખેડા જિલ્લામાં રેલસંકટનિવારણ માટે સરકારે લગભગ અર્ધો કરોડ જેટલા રૂપિયા ધીર્યા છે. જો આ ચળવળિયાઓ બારડોલીમાં ફતેહમંદ થાય, તો તો પછી ખેડા જિલ્લામાં સરકારી મહેસૂલ અને તગાવીની વસૂલાતનું કામ જોખમમાં જ આવી પડે.

આપ આ પત્રનો આપને યોગ્ય લાગે તેમ ઉપયોગ કરી શકો છો. મેં જે કંઈ લખ્યું છે તે ખાનગી નથી પણ જે જાણીતા મુદ્દાઓ છે તે જ એ બતાવે છે.

લિ. આપનો
(સહી) ડબલ્યુ. ડબલ્યુ. સ્માર્ટ
 


થોડા જ દિવસ ઉપર મિ. સ્માર્ટે સરદારને એક કાગળ લખ્યો હતો તે અતિશય વિનયભર્યો હતો, અને તેમાં વલ્લભભાઈને ‘અંગત મિત્ર’ તરીકે જણાવ્યા હતા. આ જ મિ. સ્માર્ટે આ કાગળમાં સરદારના ઉપર ચૂંટેલાં વિશેષણોનો કેમ વરસાદ વરસાવ્યો હશે તે તે જાણે. પણ સરદારને તો એથી માત્ર હસવું જ આવ્યું. દશ વર્ષ ઉપર કમિશનર મિ. સ્માર્ટે ગાંધીજીની સામે ખેડામાં સરકાર તરફથી એટલું જ કટ્ટર યુદ્ધ ચલાવ્યું હતું, પણ તે પોતાના ભાષણમાં ગાંધીજીને ‘મિત્ર’ અને ‘પવિત્ર અને સાધુ પુરુષ’ તરીકે વર્ણવતા, અને વલ્લભભાઈને ‘મહેરબાન વલ્લભભાઈ સાહેબ’ તરીકે વર્ણવતા. મિ. સ્માર્ટે કદાચ ધાર્યું હશે કે વિરોધીને સભ્ય ભાષામાં ન વર્ણવાય. પણ વલ્લભાઈને મિ. સ્માર્ટની સભ્યતાની સાથે લડવું નહોતું. પણ એ કાગળમાં રહેલાં હડહડતાં જૂઠાણાં તો ખુલ્લાં પાડવાની તેમની ફરજ હતી. બારડોલીમાં એક પણ વાર આવ્યા વિના મિ. સ્માર્ટે લખ્યું, ‘સરકારી અમલદારો બારડોલીના લોકો

૧૩૮