પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૯
ગવાઈ રહેલું બારડોલી

“જો તમે તમારો પાઠ ભજવી શકશો તો દેશદેશાવરથી લોકો જોવા ઊતરવાના છે, અને આમાંથી જ એક દિવસ હિંદુસ્તાન જાગવાનું છે.”

મે મહિનાની આખરે તો બારડોલી હિંદુસ્તાનમાં ગવાઈ રહ્યું હતું. ઘણાએ નિરાશાવાદીઓની નિરાશા એણે ઉડાડી દીધી હતી, ઘણાએ કુશંકીઓની કુશંકાનું એણે કારણ રાખ્યું નહોતું. ‘આ વાણિયા કેમ ટકશે ?’ એમ પૂછવાની પણ હવે કોઈની હિંમત રહી નહોતી, એક બહાદુર પારસી ખુવાર થવાં તૈયાર થયો હતો તેને જોઈને આખી પારસી આલમ ખળભળી ઉઠી હતી, અને થોડા મુસલમાનોને હચમચાવનાર મુસલમાન મામલતદારના બારડોલીના અડગ મુસલમાનોની આગળ હાથ હેઠા પડ્યા હતા. બારડોલીની સ્ત્રીઓની બહારની બહેનો આરત કરતી હતી.

મુંબઈનગરીને પણ બારડોલીનો ચેપ લાગ્યો હતો, મહિના ઉપર મુંબઈ ગયો હતો ત્યારનું મુંબઈ અને આજનું મુંબઈ બેમાં બહુ ફેર જોયો. મહિના ઉપર ગયો ત્યારે બારડોલી વિષે અજ્ઞાન, શંકા, ઉદાસીનતા હતાં. આ વેળા બારડોલી વિષે જાણવાની આતુરતા, બારડોલી વિષે ધન્યવાદો, બારડોલી સત્યાગ્રહ પત્રિકાઓ મેળવી વાંચવાનો ઉત્સાહ, અને બારડોલી સત્યાગ્રહ માટે નાણાં મોકલવા વિષે પૂછપરછ.

સરદારે મે માહનાની ૯ મી તારીખ સુધી નાણાં માટે જાહેર માગણી બહાર પાડી નહોતી, પણ હવે બારડોલી સત્યાગ્રહની લડતે ગંભીર સ્વરૂપ પકડ્યું છે, ‘છાવણીમાં બહારથી તાલુકાની મદદે આવેલા લગભગ સો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે, ભરતીનું કામ ચાલુ છે, અને જુદે જુદે સ્થળેથી સંખ્યાબંધ ખેડૂતો અને

૧૪૪