પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી
 

 કરવાને એક નિષ્પક્ષ અને સ્વતંત્ર કમિટી નીમવી એવી બારડોલી સત્યાગ્રહીઓની માગણી ન સ્વીકારી મુબઈની સરકાર તેમની સામે જે પગલાં લઈ રહી છે તેની સામે અડગ બહાદુરીથી ટક્કર ઝીલવાને માટે મહાસભાની આ કાર્યવાહક સમિતિ બારડોલીના સત્યાગ્રહીઓને ધન્યવાદ આપે છે; અને બારડોલી સત્યાગ્રહીઓની પડખે ખરે ટાંકણે અને મોટા ભોગો આપીને ઊભા રહેવાને માટે શ્રી. વલ્લભભાઈ પટેલ અને તેમના સાથીઓનો આભાર માને છે, અને મુંબઈ સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે મુંબઈની ધારાસભાના જે સભ્યોએ પોતાના સ્થાનનાં રાજીનામાં આપ્યાં છે તેમને ધન્યવાદ આપે છે;

અને મુંબઈની સરકારે સત્યાગ્રહીઓને દબાવવાને માટે જે ગેરકાયદેસર અને વધારે પડતાં પગલાં લીધાં છે તેની સખ્ત નાપસંગી જાહેર કરે છે;

આ સમિતિએ ઉત્તર વિભાગના કમિશનરે સુરતના એક ડાકટરને લખેલો પત્ર વાંચ્યો છે, જેની અંદર કમિશનરે શ્રી. વલ્લભભાઈ પટેલ અને અબ્બાસ તૈયબજી અને ડા. સુમંત મહેતા જેવા પ્રજાના કસાયેલા અને વિશ્વાસપાત્ર સેવકોને ‘લોકોના ઉપર જીવનારા અને તેને આડે રસ્તે દોરવનાર ચળવળિયાએાનાં ધાડાં' તરીકે વર્ણવ્યા છે, જેની અંદર અનેક ઘણી અતિશયતાભરેલાં વચનો એવાં છે કે લગભગ જૂઠાણાં કહેવાય; અને આ સમિતિ આ કાગળને અતિશય અપમાનભરેલો અને એક ઊંચો હોદ્દો ધરાવનારા અમલદારને ન છાજતો માને છે તેથી આ સમિતિ મુંબઈની સરકારને કહે છે કે એ કમિશનરની પાસે એ કાગળ માટે જાહેર માફી મગાવીને તે ખેંચી લેવાનો હુકમ કરો, અને તેમ ન કરે તો તેને બરતરફ કરવો;

અને આ સમિતિ મુંબઈની સરકારને વિનંતિ કરે છે કે તેણે સત્યાગ્રહીઓની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ માટેની વાજબી માગણીને સ્વીકારવી, અને આ લડતે અખિલ ભારતીય સ્વરૂપ પકડયું છે એટલે પ્રજાને આગ્રહ કરે છે કે તેમણે સત્યાગ્રહીઓને તન, મન અને ધનથી મદદ કરવી. ”

આ ઠરાવ ઉપરથી માલૂમ પડશે કે મુંબઈની ધારાસભાના કેટલાક સભ્યોએ બારડોલીને કારણે પોતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં હતાં. એક આગલા પ્રકરણમાં આમાંનાં ચાર સભ્યોની બારડોલીની મુલાકાત વિષે ઉલ્લેખ થઈ ગયો છે. આમાંનાં રા. બ. ભીમભાઈ નાયક તો ૧૯૨૬ થી આ બાબતમાં રસ લેતા આવ્યા જ હતા,. અને સરકારની સાથે લખાપટ્ટી ચાલુ રાખી

૧૪૭