પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૫
બારડોલીની વીરાંગનાઓ

“ગમે તે થઈ જાય, પૃથ્વી રસાતળ જાય, સરકાર જુલમની અવધિ કરે તોપણ તમે બહેનો પ્રતિજ્ઞાથી ચળવાની નથી એ વસ્તુના પુરાવારૂપે હું આ તમારા પ્રેમને ગણું છું.”

ઠાણો અને પોલીસના જંગલી ઘેરા સામે રામનામ લઈને ઝૂઝતી ડોશીમાનાં દર્શન આપણે કર્યાં, મહાલકરીને ધમકાવનારી બહેન પ્રેમીનાં પણ કર્યાં, સેંકડોનું નુકસાન પોતાની આંખ આગળ થવા દેનારી નવાજબાઈનું પણ દર્શન કર્યું. સત્યાગ્રહી ગીતો ગાઈને સભાઓનું અનુરંજન કરતી, લોકોને શૂર ચડાવતી બહેનો — રાનીપરજ અને કણબી — ના તો અવારનવાર દરેક પ્રકરણમાં દર્શન થયાં છે એમ વાચકે માની લેવું. આટલું કહ્યું એટલે સરદારની સફળતાની બે ચાવી બતાવી છે તે ઉપરાંત ત્રીજી કઈ હતી તે કહેવાઈ ગઈ. સ્ત્રીઓને સરદારે પ્રથમથી જ હાથમાં ન લીધી હોત તો આ લડતમાં આવો રંગ આવત એમ કહેવું મુશ્કેલ છે.

બારડોલીનો ખેડૂત ગમે તેવો સાદો ભોળો હશે, પણ પવિત્રતામાં, સચ્ચાઈમાં તે બારડોલીની બહેનની સાથે સરખામણીમાં ન ઊતરી શકે. બ્રૂમફીલ્ડ કમિટીની સાથે અમે ફરતા હતા ત્યારે, એક ગામે સહેજે બહેનોની સચ્ચાઈ જોવાનો પ્રસંગ મળ્યો હતો. અમે પૂછતા હતા : “તમે દુબળાને બરોબર માપસર બશેર

૨૦૩