પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલીની વીરાંગનાઓ
 

 આપો એટલે ગાંધીજીને પગે લાગું.’ આ પછી વલ્લભભાઈનાં દર્શનની માગણી કરી. બેએક કલાકમાં તો બિચારીની ઐહિક લીલા સમાપ્ત થઈ. સાયંકાળે મોતીના મૃત્યુની વાત કરતાં ગાંધીજીએ કહ્યું : ‘મોતીને મેં કાલે પહેલી જ વાર જોઈ. હું એને એાળખતો નહોતો, પણ એ વીરાંગના હતી.’

બારડોલીની બહેનોને જીવતાં આવડે છે એમ તેમણે લડીને બતાવ્યું, મરતાં પણ આવડે છે એમ આ બહેનોએ મરીને બતાવ્યું.

પણ આ તો લડત પૂરી થયા પછીની વાત થઈ ગઈ. લડત તો હજી પૂર જોશમાં ચાલી રહી હતી.