પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


જમીન ઉપર સરદારે પોતાની દીકરી મણિબહેન, શ્રી મીઠુબહેન અને શ્રી ભક્તિબહેન એમ ત્રણ વીરરમણીઓને જમીન આંતરીને બેસાડી દીધી હતી, અને રોજરોજ સરદાર પોતાના ભાષણમાં જમીન વેચાતી લેનારની અને ખાલસા કરનારની ઉપર તીક્ષ્ણ વાગબાણ ફેંક્યે જતા હતા: ‘કોઈ ઘાસલેટવાળો કે તાડીવાળો પરાઈ જમીન પચાવી લેવા આવે તેથી શું ? એ તો વ્યભિચારીનું કામ છે. ઘાસલેટવાળો તો શું પણ ચમરબંધીઓ પણ આ જમીન નહિ પચાવી શકે એ લખી રાખજો; ’ ‘કહે છે કે પોલીસમાં ખૂબ માણસો આવી રહ્યા છે. છોને પોલીસ લાવે, લશ્કર લાવે, જમીનો ત્યાંની ત્યાં રહેવાની છે, અને ખેડૂતો પણ ત્યાં ને ત્યાં રહેવાના છે; ’ ‘પોલીસ ને અમલદારને શા સારુ હેરાન કરો છો ? તાલુકામાં એમને ઊભા રહેવાનું તો ઠેકાણું નથી. જે ઘડીએ વરસાદ પડ્યો તે ઘડીએ ખેડૂતના દીકરા સિવાય કોણ અહીં રહી શકવાનું છે ?’ ‘વેચાણ છે જ ક્યાં ? એ તો ખેડૂતો ઉપર વેર લેવા ને તેમને પાયમાલ કરવા બેચાર સ્વારથીઆ નાગાઓને ઊભા કરીને તેમને જમીન આપી છે. તો હું કહું છું કે ખેડૂતનો ચાસેચાસ પાછો નહિ અપાય ત્યાં સુધી લડત બંધ થવાની નથી.’

અને ખરે જ આખા તાલુકામાંથી માત્ર એક દારૂ ખરીદનાર પારસી મળ્યો, પણ બીજી કોઈ વસ્તુ ખરીદનાર કોઈ તાલુકાવાસી મળ્યો નહોતો. આજ સુધી સ્માર્ટસાહેબને આવવાની જરૂર ન જણાઈ, પણ હવે તો આ ખેડૂતો શું કરવા બેઠા છે એ જોઈ આવું એમ એમને પણ થયું, અને સ્પેશ્યલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટની સાથે તેઓ તાલુકાના રંગરાગ જોવાને આવ્યા. સરકારે જ તેમને મોકલ્યા એમ કહેવું કદાચ વધારે વાજબી હશે.

જેમણે જમીનમાં ચાસ મૂક્યા હતા, પણ જેમને ખાલસાની નોટિસ મળ્યા છતાં જેમની જમીન ખાલસા જાહેર થઈ નહોતી. તેમને માટે સરકારે નવો જ રસ્તો કાઢ્યો હતો. સરભોણના લોકોએ ખેડ શરૂ કરી દીધી હતી એટલે જપ્તીઅમલદારે જાહેર કર્યું : ‘સરભોણની કોટન સોસાઈટીના સભ્યોએ ઘેલાભાઈ

પરાગજીના નવસારીના જીનમાં જે કપાસ વેચેલો તે ત્યાં જપ્ત

૨૨૪