પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૯ મું
વિકરાળ કાળિકા
 


આગ્રહ કરવાની ફરજ કાયદો સરકારને ક્યાં પાડે છે તે હું તો જોઈ શકતો જ નથી." તેમણે એમ પણ જણાવ્યું : "જમીનમહેસૂલના કાયદાના તદ્દન એકતરફી અને જરીપુરાણા સ્વરૂપને લગતો વિશાળ અને વધુ મહત્ત્વનો પ્રશ્ન લોકો છેડી શકતા હતા, અને જો તેમણે તેમ કરવા ઈચ્છ્યુ હોત તો તેમ કરવાનો તેમને સંપૂર્ણ હક હતો, પણ તેમણે તે પ્રશ્નને છેડ્યો જ નથી. મને તો માત્ર કાયદાની મર્યાદાની અંદર ન્યાય મેળવવામાં તેમને મદદ કરવાનું કામ તેમણે સોંપ્યું છે." જો તપાસસમિતિ નીમવાનું કબૂલ કરવામાં આવે તો તેમાં આટલી વસ્તુઓ થવી જ જોઈએ એમ શ્રી વલ્લભભાઈ એ જણાવ્યું :

૧. સત્યાગ્રહી કેદીઓ છૂટવા જોઈએ.
૨. ખાલસા જમીન (પછી તે વેચાઈ ગઈ હોય કે માત્ર સરકારમાં દાખલ થઈ હોય) બધી તેના ખરા માલિકોને પાછી મળવી જોઈએ.
૩. ભેંસો, દારૂ, વગેરે જે જંગમ મિલકત લોકોની ફરિયાદ પ્રમાણે હસવા જેવી કિંમતે વેચી નાંખવામાં આવી હોય તેની બજારકિંમત તેના માલિકોને મળવી જોઈએ.
૪, બરતરફી તેમજ બીજી જે કાંઈ સજા આ લડતને અંગે કરવામાં આવી હોય તે પાછી ખેંચી લેવાવી જોઈએ.

તપાસની બાબતમાં પણ કશી ગેરસમજ ન રહે એ ખાતર શ્રી વલ્લભભાઈએ સ્પષ્ટ કર્યું કે સરકારી અમલદારોની તપાસસમિતિથી પણ પોતાને સંતોષ થશે, માત્ર એ તપાસ ખુલ્લી, નિષ્પક્ષ અને ન્યાયની અદાલતમાં થાય છે એવા સ્વરૂપની હોવી જોઈએ, અને એ તપાસસમિતિ આગળ લોકોને પોતાની ઈચ્છા. હોય તો વકીલ મારફત પોતાનો કેસ રજૂ કરવાની છૂટ હોવી જોઈએ. આમ કહીને શ્રી. વલ્લભભાઈએ સરકારને નિશ્ચિંત પણ કરી, અને સરકારને કશું કહેવાનો માર્ગ ન રાખ્યો.

વળી, સરકારને સતાવવાની અથવા હલકી પાડવાની પોતાની જરા પણ ઈચ્છા નથી એ વસ્તુ તથા સરકારને અને પ્રજાને બન્નેને માટે આબરૂભર્યું સમાધાન લાવવાનો એકેએક માર્ગ ગ્રહણ

૨૩૫