પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૩૩
તાજા કલમ

“જ્યાં સુધી પોતાની ભૂલ કબૂલ કરતાં સરકાર શરમાય છે ત્યાં સુધી આપણે સમજી શકીએ છીએ કે એના ઉદ્ધારનો હજી દિવસ આવ્યો નથી.”

યાં પ્રકરણો વાંચનારને કહેવાની જરૂર નથી કે બારડોલીની સમાધાની સરકારે રાજીખુશીથી નહોતી કરી. સરકાર નમી તે લોકોની માગણી ન્યાય્ય છે એમ સમજીને નહિ, પણ તેને લાગ્યું કે હવે ત્રાસનીતિ ઝાઝી ચાલી શકે એમ નથી તેથી.[૧] ૧૯૨૮ ના ઑગસ્ટ મહિનાના મધ્યમાં ‘યંગ ઇંડિયા’માં લખતાં ગાંધીજીને નોંધવું પડ્યું હતું કે સિવિલ સર્વિસમાં હૃદયપલટો થયો નથી. તેમણે લખ્યું હતું :

“એમ સાંભળીએ છીએ અને જોવામાં પણ આવે છે કે સિવિલ સર્વિસને સમાધાનીથી સંતોષ થયો નથી. જો તેને સંતોષ થયો હોત તો સરદાર અને તેમનાં કાર્યો વિષે જે જૂઠાણાનો ધોધ ચાલી રહ્યો છે તે બંધ થયો હોત. ”

અરે, બંધ થવાને બદલે એ વધ્યો, કારણ છેક બે માસ પછી જૂઠાણાંમાં જ પોતાનું જોર માનનાર સરકારના એ મુખપત્રે ‘બારડોલીની આફત’ નામનો પોતાના ખબરપત્રીનો એક પત્ર બહાર પાડ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે શ્રી. વલ્લભભાઈએ


  1. * સને ૧૯૨૯ માં નવા ગવર્નરે બારડોલી વિષે બોલતાં જે ઉદ્‌ગારો કાઢ્યા અને રેવન્યુ મેમ્બર મિ. રૂએ જે ભાષણ કર્યું તે સરકારની નફટાઈ બતાવવાને માટે પૂરતાં હતાં. આ પ્રકરણ ૧૯૨૮ માં લખાયું હતું.
૨૬૩