પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩ મું
તાજા કલમ
 


પાસે લીધા હોય તે માફ કરવાની. કેદીઓને છોડવામાં આવ્યા હતા અને જપ્ત કરેલાં લાઇસન્સ પાછાં આપવામાં આવ્યાં હતાં, પણ ચોથાઈ દંડ પાછા આપવામાં આવ્યા નહોતા. જે સત્યાગ્રહીઓની જંગમ મિલકત જપ્ત થઈ નહોતી અને જેમણે સમાધાની થઈ ત્યાં સુધી એકે કોડી ભરી નહોતી તેમને આ ચોથાઈ દંડ આપવાનો નહોતો તો જેમના ઉપર લડત દરમ્યાન જપ્તીઓ થઈ હતી અને જેમણે ઢોરઢાંખર ખોયાં હતાં તેમણે શા સારુ ચોથાઈનો વધુ દંડ આપવો જોઈએ ? દુઃખની વાત તો એ હતી કે જેઓ સત્યાગ્રહમાં જોડાયા નહોતા પણ કેટલોક સમય પૈસા ભર્યા નહોતા અને પાછળથી ભર્યા હતા તેમની પાસે પણ આ દંડ લેવામાં આવ્યો હતો. શ્રી. વલ્લભભાઈ સમાધાની થઈ ત્યારથી રા. બ. ભીમભાઈ નાયકને કહ્યા કરતા હતા કે આ દંડની રકમ પાછી મેળવી લો. રાવ બહાદુર કલેક્ટરને મળ્યા હતા, રેવન્યુ મેમ્બરને મળ્યા હતા, પણ કંઈ વળ્યું નહોતું. શ્રી. વલ્લભભાઈને આ વાત બહુ ખટકતી હતી, અને તેમને લાગતું હતું કે કમિટીના સભ્યોની નિમણૂક વિષે પોતે પોતાનો વાંધો ખેંચી લે તોપણ આ વસ્તુ તો છોડી દઈ શકાય એવી નહોતી જ. એટલે રેવન્યુ મેમ્બરે જ્યારે મિ. ડેવીસને નીમવાની સરકારની અશક્તિનો ખુલાસો આપ્યો ત્યારે શ્રી. વલ્લભભાઈએ તેમને કહ્યું કે મિ. ડેવીસ ન નિમાયા તે સાંખી લેવાને તૈયાર છું — કારણ એકવાર બે અમલદારની નિમણૂક જાહેર કર્યા પછી તે ફેરવવાની સરકારની મુશ્કેલી હું સમજી શકું છું, પણ આ ચોથાઈ દંડ પાછો આપવાનું ન બને તો તે સત્યાગ્રહીઓ તપાસસમિતિ વિના ચલાવી લેશે, કારણ સમાધાનીમાંથી જે વસ્તુ સ્વાભાવિક રીતે ફલિત થાય છે તેટલી પણ ન કરવામાં આવે તો સરકારની દાનત વિષે સૌ કોઈને શંકા થાય. રેવન્યુ મેમ્બર પ્રથમ તો એકના બે ન થયા, એટલે શ્રી. વલ્લભભાઈ તેમની રજા લઈને પોતાને મુકામે પાછા ફર્યા. પણ રેવન્યુ મેમ્બરને તરત પોતાની ગંભીર ભૂલ સમજાઈ, તે તુરત ગવર્નરની પાસે દોડ્યા, અને શ્રી. વલ્લભભાઈ પૂનાથી પાછા નીકળવા ઊપડે તે પહેલાં તેમને હાંફળા હાંફળા આવી મળ્યા અને કહેવા લાગ્યા : ‘નામદાર

૨૬૫