પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




આરંભના દિવસો

પાસકમિટીનું કામ નીચેના શબ્દોમાં સરકારી હુકમમાં નિયત કરવામાં આવ્યું હતું :

“સદરહુ અમલદારોએ બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લોકોની નીચેની ફરિયાદની તપાસ કરી રિપોર્ટ કરવો.

(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલો મહેસૂલનો વધારે લૅંડ રૅવન્યુ કોડ પ્રમાણે વાજબી નથી,

(ખ) સદરહુ તાલુકા વિષે જે રિપોર્ટ બહાર પડેલા છે તેમાં સદરહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીકત નથી, અને કેટલીક હકીકત ખોટી છે;

અને જો એ અમલદારોને સદરહુ ફરિયાદ વાજબી માલૂમ પડે તો જૂના મહેસૂલમાં કેટલો વધારો અથવા ઘટાડો થવો જોઈ એ તે જણાવવું.”

પૂનામાં જ્યારે સમાધાનીની શરતો લખાઈ ત્યારે તપાસસમિતિએ કરવાના કામ વિષેનો ઉપરનો ખરડો શ્રી. વલ્લભભાઈ તરફથી રજૂ કરવામાં આવ્યો હતો — ગાંધીજીએ એ જ ખરડો શ્રી. મુનશી અને બીજા સજ્જનોને આપ્યો હતો — અને સરકાર તરફથી એ જ ખરડો અક્ષરશઃ સ્વીકારવામાં આવ્યો.

આમાં જણાવેલા બે મુદ્દાઓમાંથી પહેલા મુદ્દા ઉપર શ્રી. ભૂલાભાઈ દેસાઈ એ ચર્ચા કરી હતી, અને જણાવ્યું હતું કે શ્રી. જયકર અને મિ. ઍંડર્સનની ભલામણો ગણોતના આંકડાને આધારે કરવામાં આવી છે, અને ગણોતના આંકડા પ્રમાણે ભલામણ કરવી એ લૅંડ રૅવન્યુ કોડની ૧૦૭ મી કલમ પ્રમાણે બરાબર નથી; એ કલમમાં તે જમીનમાંથી થતા નફા ઉપર જ

૩૦૧