પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧ લું
આરંભના દિવસો
 


અને જમીન જવલ્લે જ ગણોતે અપાય છે, એટલે નફો શોધવા માટે ગણેાત ઉપર આધાર રાખવામાં સેટલમેંટ અમલદારોએ કલમ ૧૦૭ ના અક્ષરનો નહિ તો આત્માનો ભંગ કર્યો છે.

આ સાથે બીજી એક બાબતનો નિર્ણય પણ તેમણે આપી દીધો. અમારા તરફથી વાંધો લેવામાં આવ્યો હતો કે ૧૦૭ મી કલમ પ્રમાણે ખેતીની જમીનની કિંમતનો નહિ પણ જમીનના નફાનો જ વિચાર, મહેસૂલ ઠરાવતાં, થવો જોઈએ. આ વાંધો તપાસ અમલદારો એ રદ્દ કર્યો, પણ સાથે સાથે જણાવ્યું કે જમીનની કિંમત, તેમાંથી થતો નફો દર્શાવનારી ન હોય તો, એ કિંમત ઉપર આધાર રાખવાને કશો અર્થ નથી, અને બીજે ક્યાંય નહિ ઓ બારડોલીમાં તે જમીનની કિંમત નફો કેટલો થાય તે બતાવી શકતી નથી. કારણ વરાડ જેવા ગામમાં એક જમીનના ટુકડાના એકરે ૧૫,૦૦૦ રૂપિયા અપાયેલા તેમણે જોયા, ત્યારે તેની આવક કશી જ નહોતી. બીજા ઘણાંખરાં વેચાણો જ્યાં મોટી રકમે જમીન ખરીદવામાં આવી હતી ત્યાં મોટી રકમ આપનારા દક્ષિણ આફ્રિકાવાળાઓ જ હતા. એટલે તેમણે એ અનુમાન બાંધ્યું : “આટલી મોટી કિંમત આપનારાઓ જમીનમાંથી થતા નફાનો અથવા રોકેલી મૂડીમાંથી ઉત્પન્ન થનારા વ્યાજનો વિચાર કરતા નથી.”

૩૦૫