પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેતીનો નફો !

ખેતીમાંથી નફો થાય છે કે નહિ એનો નિર્ણય કરવાને માટે શો આધાર હોવો જોઈએ એ વિષે અમારો મત અમે જણાવી ગયા. એ મત પ્રમાણે અમે બધે નફાતોટાના હિસાબ આપવા લાગ્યા. દરેક ઠેકાણે જે હિસાબ આપતા હતા તે અહીં આપવાની જરૂર નથી, પણ નમૂનાની ખાતર અમે કેટલી વીગતમાં ઊતરતા હતા અને કેવી રીતે અમારા હિસાબ આપતા હતા તે અહીં જણાવવાની જરૂર છે, એ જણાવીશું એટલે બ્રૂમફીલ્ડ કમિટીના રિપોર્ટમાં અમારા આંકડા વિષે શી ટીકા થઈ છે અને તેમાં કેટલું વજૂદ છે તે પણ સમજાશે.

સરભોણ ગામમાં અમે આપેલા આંકડા આ પ્રમાણે હતા :

સરાસરી ઉત્પન્ન

એકરે ૬ા મણ કપાસ
૩૫ ડાંગર
૧૨ જુવાર
તૂવેર, મગ વગેરે કઠોળ
વાલ
૧૬૦૦ પૂળા ઘાસ

કપાસના પાકના આંકડા આ ગામમાં અમે બહુ ચોકસ એટલા કારણસર આપી શક્યા હતા કે એ ગામમાં કપાસ વેચનાર સહાયકારક મંડળ મારફતે બધો કપાસ વેચાયો હતો, અને એ મંડળને મળેલા કપાસના ચાર વર્ષના આંકડાની સરાસરી ૬ા મણની આવતી હતી. ભાવ પણ બીજા બધાં ગામો કરતાં સારો

૩૧૧