પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 હતો. — ૨૪ મણના રૂ. ૧૮૬ લેખે. એ જ ભાવ અમે ઉત્પન્નની કિંમત આપતાં ગણ્યો.

એક ખેડૂત પોતાની જમીન કેટલી ખેડે, ગણોતે કેટલી ખેડે, બહારગામની કેટલી ખેડે, એનો સરવાળો કાઢીને એક જોડ બળદે સરાસરી કેટલી જમીન ખેડાય છે એ અમે એ ગામને વિષે કાઢ્યું. અને તલાટીના તૂલવારી પત્રક ઉપરથી, એ એક હળે અને બળદ-જોડે ખેડાતી જમીનમાં જુદાંજુદાં તૂલોનો હિસાબ કાઢ્યો તે આ પ્રમાણે : કુલ ખેડાતી જમીન ૧૯ એકર, તેમાં ૮ એકર કપાસ, ૩ એકર જુવાર, ૨ એકર ક્યારી, ૪ એકર ઘાસ અને ૨ એકર ચરણ.

આ પ્રમાણ જણાવીને આટલી જમીન ખેડનાર ખેડૂતને સરભોણમાં કેટલી આવક ગયા વરસમાં થઈ હતી તે અમે જણાવ્યું. આમ કરતાં તણખલેતણખલું જેટલું ખેડૂતના ખેતરમાં પાકે તેની આવકનો અમે હિસાબ આપ્યો :

રૂા. આ.
૩૮૭ – ૮ કપાસ ૫૦ મણ ( રૂ ૧૮૬ ભારને ભાવે )
૭ર – ૦ જુવાર ૩૬ મણ ( મણના રૂ. ૨ )
૪ – ૮ જુવારની કડબ ૪પ૦ પૂળા ( દર સેંકડે રૂ. ૧ )
૬ – ૦ તૂવર વગેરે કઠોળ ૩ મણ (મણના રૂ. ૨ )
૯૫ – ૦ ડાંગર ૭૦ મણ ( હારાના રૂ. ૯–૮ને ભાવે)
૧૨ – ૦ વાલ ૧૨ મણ (મણના રૂ. ૧ )
૩ – ૦ દિવેલા ૧ મણ ( મણના રૂ. ૩)
૪ – ૮ જુવારના ટોલાં અને તૂવરનું ગાતર
૧૦ – ૦ ભાતના પૂળા ૨,૦૦૦ ( હજારે રૂ. ૫ )
૧૦ – ૦ વાલનું ગોતર ૧૫ મણ ( રૂપિયે ૧ાા મણ )
૬૪ – ૦ ઘાસના પૂળા ૬, ૪૦ ૦ ( હજારે રૂ. ૧૦ )
કુલ ૬૬૮ – ૮

( ચરણનો હિસાબ ન ગણ્યો, કારણ બળદની જોડને બે એકર ચરણ ચાલી રહે. ખર્ચમાં પણ ચરણનો ખર્ચ ન ગણ્યો.)

૩૧૨