પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩ જું
ખેતીનો નફો!
 


હવે આટલી ઊપજ મેળવવાને માટે ખેડૂતને ખર્ચ કેટલું થાય તેના આંકડા આ પ્રમાણે આપ્યા :

રૂા. આ.
૨૧૫ – ૦ બળદજોડની ઉપર ખર્ચ
૧૫૧ – ૦ દૂબળાનું ખર્ચ
૧૮૩ – ૮ મજૂરી ( આમાં દુબળો મજૂરી કરે તે નથી ગણી,

અને ઘરનાં માણસો કરે તે રોકડ મજૂરી લેતાં હોય
એવી ગણત્રી કરી.)

૧૬ – ૮ બી
૮૧ – ૦ ખાતર
૨૪ – ૦ ખેતીનાં ઓજારોની મરામત
૧૧૦ – ૧૨ બળદ અને ખેતીનાં ઓજારો ઉપર ઘસારો અને વ્યાજ
૭૮૧ – ૧૨
૬૬૮ – ૮
૧૧૩ – ૪ ખોટ

આમ ખેડૂતને ૧૧૩ રૂપિયા ૪ આના ખોટ જાય, અને એ ઉપરાંત ધારો ભરવાનો તો ઊભો જ રહે. આ બધા ખર્ચના આંકડા કેવી રીતે ગણવામાં આવ્યા તેની વીગત પણ અહીં જ આપી દઉં છું :

સરભોણ ગામમાં જણાવેલા એક હળે ૧૯ એકરની ખેતીમાં થતા વાર્ષિક ખર્ચની વીગતઃ -

૨૧૫) ૧. બળદજોડનું આખા વર્ષનું ખર્ચ
૧૨૦) ઘાસ ૧૨,૦૦૦ પૂળા, દા. રૂા. ૧૦)
૧૫) ચોમાસામાં ગોવાળિયાના ખર્ચના
૩૦) ગોતર મ. ૬૦, દા. રૂપિયાનું બે મણ
૨૫) ગુવાર મ, ૧૧, દા. રૂા. રા
૩૧૩