પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 એટલે તેને બળદ માટે ઘાસ વેચવું પડ્યું હતું. ૪૦૦ રૂપિયાની જોડ બળદ છે, ૧૩૫ રૂપિયાનો દૂબળો છે. એની કિંમત ઓછી પડી છે, કારણ એ પરણેલો નથી. આ દૂબળો ઘરમાં ખાઈપીને ૩૦ રૂપિયા પગાર લઈને રહે છે. ખેડૂતની સાથે તેની સ્ત્રી અને તેનો ૧૫ વર્ષની ઉંમરનો છોકરો ખેતરમાં કામ કરે છે. આથી મજૂરીનો ખર્ચ ઘણો બચે છે. ખાધાખાઈ બે માણસની જ ગણી છે. કારણ સ્ત્રી અને છોકરો અર્ધો વખત કામ કરે છે.

ખર્ચ ગણવામાં ઘસારો અમે ગણ્યો નથી.

ખેડૂતને ખેતીમાંથી તો રૂ. ૮૨૧–૧૪ ઓછા ૭૨૫–૧૪ એટલે રૂ. ૯૬ ની ખોટ ગઈ, પણ એની પાસે બે ભેંસો હોવાથી તેમાંથી રૂ. ૧૫૭-૧૨નો નફો થયો એટલે ખેડૂત ખેતીની ખોટ પૂરી શક્યો અને સરકારધારો ભરી શક્યો. ખેડૂતનાં બે માણસ અને દૂબળાને ખાધાખાઈ ઉપરાંત ૩ રૂપિયા ૫ આના નફો થયો. એમાંથી કપડાં વગેરેનો ખર્ચ શી રીતે નીકળે ? ખેડૂતને કરજ નથી એનું કારણ એ છે કે એની પાસે કદાચ આગલાં વર્ષોમાંથી કાંઈ બચત હશે – ઘર વેચેલું તેમાંથી કરજ વાળીને કંઈ બચ્યું હશે તે હશે — અથવા તો અમે એની જેટલી ખાધાખાઈ ગણી એના કરતાં એણે ઓછું ખાધું હશે.

ઘસારો ગણ્યો નથી, પણ જ્યારે બળદ મરે કે નવાં ઓજાર લેવાં પડે ત્યારે તો ખેડૂતને કરજ કર્યા વિના છૂટકો નથી. જયારે રૂના ભાવ સારા હતા ત્યારે એ ખેડૂતને નફો થતો હશે. ધારો કે ભારનો ભાવ ૨૪૦ રૂપિયા હોત તો ૬૬ મણના એને રૂ. ૬૬૦ મળત એટલે કે ગયે વર્ષે મળ્યા એના કરતાં રૂ. ૧૯૮ વધારે મળ્યા હોત, એટલે ૯૬ રૂપિયાની ખોટ જવાને બદલે એને ૧૦૨ રૂપિયા નફો થાત. એ ઉપરાંત ભેંસનો નફો તો હતો જ.

હવે ઉપરના બંને દાખલાઓ ઉપર તપાસઅમલદારોએ કરેલી ટીકા જોઈએ. સરભોણના મકનજીભાઈના જવાબ ઉપર રિપોર્ટમાં આ પ્રમાણે ટીકા કરવામાં આવી છે :

“આ માણસને રૂા. ૮૩૭ એના કપાસમાંથી મળ્યા. ઘાસમાંથી કશું ન મળ્યું, કારણ એ વેચી શક્યો નહોતો. આપણે આ માની લઈએ. એના

૩૨૪