પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ ૧
લડત કેમ મંડાઈ ?

સત્યાગ્રહ કરવાની બારડોલી તાલુકાના ખેડૂતોને સલાહ આપતા પહેલાં શ્રી. વલ્લભભાઈ પટેલે સરકારને એક વિષ્ટિનો પત્ર લખ્યો હતો, તેની પ્રથમ શિરસ્તા મુજબની પહોંચ આવી. શ્રી. વલ્લભભાઈએ સાત દિવસની મુદ્દત આપી તે વીતી ગઈ, તોપણ સરકારને તાર કે પત્ર દ્વારા કશું જણાવવાની જરૂર ન લાગી. પણ સત્યાગ્રહ જાહેર થયા પછી ચાર દિવસે ચોર શાહુકારને દંડે તેમ સરકારે લાંબો પત્ર લખી વલ્લભભાઈ ને જણાવ્યું કે લડત નહોતી માંડવી એમ કહેતા હતા, છતાં લડત માંડવાની ઉતાવળ તો તમે કરી. પત્રમાં મહેસૂલવધારાનો બચાવ પણ કર્યો, અને આખરે ધમકી આપી કે તમારા જેવા ‘બહારનાઓ’ બારડોલીને હલાવે તેની સરકારને કશી પરવા નથી. શ્રી. વલ્લભભાઈએ આ તોછડી ધમકીનો સચોટ ઉત્તર આપ્યો, અને તેનો વળી સરકાર તરફથી જવાબ આવ્યો. આ બધા પત્રવ્યવહારનું ભાષાન્તર અહીં આપીએ છીએ.

શ્રી. વલ્લભભાઈએ સરકારના છેલ્લા કાગળનો નીચે પ્રમાણે, ટૂંક જવાબ છાપાઓમાં આપ્યો હતો

કોણ અવળું ?

૨. પહેલા પ્રથમ તો સરકારે મારી સામે જે મોટામાં મોટો આરોપ મૂક્યો છે તેને જ પતાવી લઉં. સરકારના છેલ્લા પત્રના બે ફકરામાં કહેવામાં આવ્યું છે કે સરકારના હેતુઓ અને કાર્યોનો અવળો અનર્થ

૩૪૭