પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


કરું છું, અને આ હકીકતોના આંકડાઓને લગતા તેના રિપોર્ટમાંના ‘જી’ તેમજ ‘એચ‘’ બેઉ પત્રકો પુરવાર કરી આપવા સારુ તપાસનું આહ્વાન કરું છું. એના રિપોર્ટમાં લોકોની જોડે ભળ્યાહળ્યાની ગંધ નથી, માત્ર ‘રેકૉર્ડ ઑફ રાઈટ્સ’ (પહાણીપત્રક, હકપત્રકો)માંથી મેળવેલી અનિશ્ચિત હકીકતો પર તેમજ અસાધારણ ઉછાળાનાં વરસાના ભાવો ઉપર ઘડેલો છે.

તમારા જ અમલદારો શું કહે છે ?

૫. તમારા કાગળના પાંચમા પૅરામાંની તમારી વિસ્તૃત દલીલનો મારે પણ કંઈક વિસ્તારથી જ જવાબ આપવો પડશે. તમે કહો છો કે નર્યા પટાઓ અને ગણોતના દરના આંકડાઓ ઉપરથી જ મહેસૂલકારણી કરવાનો સિદ્ધાંત આ ઇલાકામાં સરકાર આ પહેલી જ વાર અખત્યાર કરવા બેઠી છે એ મારું કથન મેં ‘શા આધારે કર્યું છે તે સરકાર ગોતી શકી નથી.’ જવાબમાં હું તમને નામદાર ગવર્નરસાહેબ આગળ સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ‘જમીનમહેસૂલઆકારણી કમિટી મુંબઈ, એ કાઢેલા પ્રશ્નપત્રના જવાબો’ એ નામનું પુસ્તક મૂકવા વિનંતિ કરું છું. મજકૂર પુસ્તકમાંથી અહમદનગર જિલ્લાના ત્યારના કલેક્ટર અને હાલ ઉત્તર વિભાગના કમિશનર મિ. ડબલ્યુ. ડબલ્યુ. સ્માર્ટે મોકલેલ એક અનુભવી રેવન્યુ અમલદાર તરફથી આવેલ નીચલો જવાબ તેઓ નામદારને વાંચી સંભળાવજો :

“સવાલનું વલણ એકલા ગણોતના દરોને જ મહેસુલઆકારણી ઠરાવવાના આધાર તરીકે નક્કી કરવાની દિશામાં હોય એમ મને લાગે છે. જો મારું એ અનુમાન સાચું હોય તો મારો જવાબ નકારમાં છે. એટલું હું સ્વીકારું છું કે આકારણીઅમલદારે વધુમાં વધુ વધારાની પોતાની ભલામણ કરવામાં જેટલી બાબતો ગણાવવાની છે તેમાંની એક બાબત તરીકે આ ગણોતના દરોની વાતને ગણવી જોઈએ. પણ હું ધારું છું, આજ સુધી કોઈ દિવસ કેવળ ગણોતને આકારણીના ગજ તરીકે ગણવામાં નથી આવી.

ઉપરાંત ભરૂચ જિલ્લાના ત્યારના ઍક્ટિંગ કલેક્ટર શ્રી. મર્ઢેકર જેમને જમીનઆકારણીના કામનો બહોળો અનુભવ હતો તેમનો જવાબ જુઓ :

“જમીન મહેસૂલની આકારણી અગાઉ કદી નર્યાગણોતને આધારે નક્કી કરવામાં આવી નથી.”

હવે આમાં સમાતા સિદ્ધાંતની બાબતમાં તો હું મુંબઈ ઇલાકાના રેવન્યુ અમલદારોમાંથી ચારના જ અભિપ્રાયો ટાંકીશ. પહેલો ટાંકેલો

જવાબ આપનારા અમલદાર ગણોતના પટાઓને જમીન આકારણી નક્કી

૩૬૨