પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


ચિંતા પ્રગટ નથી થતી, પણ ગોટાળિયા અને વાંધાભર્યા આધાર પર, કૃત્રિમ ભાવો ઉપર અને ગણોતના દરોના અન્યાયી સિદ્ધાંતના જોર ઉપર કરવામાં આવેલી મહેસૂલવધારાની ભલામણમાં રહેલા હડહડતા અન્યાયની કચવાતે મને કરેલી કબૂલાત જ વ્યક્ત થાય છે. સરકારે સૂચવેલા ૨૨ ટકાનો ચોખ્ખો વધારો એવી માંડવાળ છે જેની હસ્તીને માટે આધાર કે દલીલ છે જ નહિ. એમાંથી એટલું જ ફલિત થાય છે કે હરબહાને ખેડૂતો ઉપર વધારાનો કર નાંખવાને સારુ સરકાર કૃતનિશ્ચય હતી.

૭. મારું નમ્ર નિવેદન છે કે આ દર નક્કી કરવાની બાબત માંડવાળની હતી જ નહિ. કાં તો સેટલમેંટ અમલદારોના રિપોર્ટ સાવ ગ્રાહ્ય છે, નહિ તો સાવ અગ્રાહ્ય છે; તે ગ્રાહ્ય નથી, કારણ એક તો તે અનિશ્ચિત અને પાંગળા પાયા ઉપર રચાયેલા છે, અને બીજી તેમની ભલામણો એવા સિદ્ધાંત ઉપર રચાયેલી છે, જે સિદ્ધાન્તને સરકારના જ સંખ્યાબંધ અમલદારોએ વાંધાભર્યો અને ખેડૂતોના હિતવિરુદ્ધનો ગણી તે વિરુદ્ધ સ્પષ્ટ શબ્દોમાં પોકાર કર્યો છે. આ સ્થિતિમાં અત્યંત નમ્રતાપૂર્વક અને તેટલી જ ધગશપૂર્વક જણાવવાની રજા લઉં છું કે આ આખા મામલાની તપાસ ચલાવવા એક નિષ્પક્ષ પંચ નીમ્યા વગર સરકારને છૂટકો નથી. આ તાલુકામાં જે સંખ્યાબંધ ગામડાંને ઉપલા વર્ગમાં ચડાવી દેવામાં આવ્યાં છે તેમની દશા તેમનાથી ઓછી આકારણીવાળાં ગામડાંના કરતાં પણ બૂરી છતાં, આ ફેરફારથી ૬૬ ટકા સુધી મહેસૂલવધારો ચોંટ્યો છે એ બીના જોડે તમને કશી નિસબત નથી જણાતી. સાથે સાથે એ પણ જણાવી દઉં કે વાલોડ પેટામાં આવેલાં આ ગામોની પડોશમાં જ આવેલાં ગાયકવાડી સરહદનાં ગામનું જમીનમહેસૂલ આ ગામના ૩૦ ટકા જેટલું છે.

૮. મેં સૂચવેલી નોટિસ ‘સર્વે ઍંડ સેટલમેટ મૅન્યુઅલ’ ના પૃષ્ઠ ૩૯૯માં ઉપર ટાંકેલા સરકારી ઠરાવની રૂએ ફરજિયાત હોય એમ જણાય છે. એ વાક્ય આમ છે ; ‘સેટલમેંટ અમલદારે કરેલી દરખાસ્તોમાં જો સરકાર ફેરફાર કરે તો નવેસર નોટિસ કાઢવી જોઈએ.’ અમલની શરૂઆતની તારીખની બાબતમાં હુકમ આમ છે : રેવન્યુ આકારણી હમેશાં ૧ લી ઑગસ્ટ અને મહેસૂલના પહેલા હપ્તાની વચ્ચે દાખલ કરવી જોઈએ. (પૃષ્ઠ ૪૦૨,) વસૂલીની બાબતમાં લૅંડ રેવન્યુ કોડની ૧૦૪ થી - કલમ ચોખ્ખું જણાવે છે: ‘ નવી આકારણી મુજબનું મહેસૂલ પછીના વરસથી જ લેવાવું જોઈએ.’ આ દાખલામાં સરકારે નવી આકારણી જુલાઈમાં દાખલ કરી. ગામલોકોના વાંધાઓ માગ્યા, અને તે ઉપર છેવટના હુકમો

૩૬૫