પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 

ભાષણમાં જે ધારણ જાહેર કરેલ છે તેને જ અક્ષરશઃ ગવર્નર અને તેની કાઉન્સિલ હાલ પણ વળગી રહેલ છે.

૫. સરકારને ભલામણ કરવામાં આવી હતી તે મુજબના દરમાં ફેરફાર કરવામાં જે હેતુ સરકારે રાખ્યો હતો તેનો તમે ઘણો જ અવળો અર્થ તમારા કાગળના છઠ્ઠા ફકરામાં કર્યો છે. ઉપરના એક ફકરામાં સરકારના હેતુઓનો અવળો અર્થ કરવાનો જે આરોપ તમારા ઉપર મૂકવામાં આવ્યો છે તેવા જ આરોપને તમે આ બાબતમાં પણ પાત્ર થાઓ છો.

૬. તમારા કાગળના ૮ મા ફકરામાં ‘સર્વે અને સેટલમેંટ મૅન્યુઅલ’ ની જે નકલ પરથી તમે ઉતારો કર્યો છે, તે નકલમાં આજ સુધી થયેલા સુધારાઓ આવી જતા નથી જણાતા. તમે જે કલમ ટાંકો છો તેમાં થોડો સુધારો થયો છે, અને તે ઉપરથી તમે જોશો કે મેં ૧૬ મી ફેબ્રુઆરીના ૭રપ૯-બી/૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળમાં જે ગામડાંના દરો વધારવામાં આવ્યા છે તેનો ખુલાસો આપ્યો હતો તે બરાબર છે. વળી તમે ૧૯૦૧ની ૨૭મી ફેબ્રુઆરીના ૧૦૪૭ નંબરના સરકારી ઠરાવનો વટહુકમ ટાંકી જણાવો છો કે નવી મહેસૂલપદ્ધતિ ૧ લી ઑગસ્ટ અને જમીન મહેસૂલના પહેલા હપ્તાની તારીખ વચ્ચેના દિવસોમાં અમલમાં મુકાવી જોઈએ. આ સંબંધી એટલું જ જણાવું છું કે અસલની પદ્ધતિ બદલીને વધારે વ્યવહારુ અને વાજબી પદ્ધતિ હવે ગ્રહણ કરવામાં આવી છે. અને નવી પદ્ધતિ અનુસાર, જે વરસે નવી પદ્ધતિનો અમલ કરવાનો હોય છે તે વરસના બધા હપ્તા ભરાઈ જાય તે બાદ જ નવી પદ્ધતિનો અમલ કરાય છે. આ જાતના ફેરફારો કાયદાની કલમોની હદમાં રહીને અમલી ખાતાના હુકમોની રૂએ થાય છે, અને તે હુકમમાં સરકારને ચાહે તે ફેરફારો કરવાની છૂટ હોય છે — એટલે નવી આંકણી દાખલ કરવામાં કશી અનિયમિતતા થઈ હોય એમ નથી.

૭. તમારા કાગળોમાં નહિ પણ ૧૯૨૮ ના ફેબ્રુઆરીની ૨૩ તારીખના ‘બૉંબે ક્રોનિકલ’માં ઉઠાવેલ મુદ્દા વિષે તમારું ધ્યાન ખેંચવા માગુ છું. મુદ્દાની મતલબ એ છે કે સરકાર ‘ઇગતપુરી કન્સેશન’ નામે જાણીતી થયેલી રાહત લોકોને આપી પ્રજાને પોતાના પક્ષમાં લેવા કદાચ પ્રયત્ન કરશે !’

આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે ‘ઇગતપુરી કન્સેશન’ આપવાની માગણી થઈ ત્યારે સરકારે તેની ઘસીને ના પાડી, પણ હવે બારડોલીના ખેડૂતો લડી લેવા માગે છે એમ ખબર પડી છે એટલે સરકાર ‘ઇગતપુરી

૩૬૯