પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


કન્સેશન’ આપવા તૈયાર થઈ છે. આ લેખકને ખબર લાગતી નથી કે ઇગતપુરી નામે ઓળખાતી રાહતનો અમલ ૧૮૮૫ની સાલથી થવા લાગ્યો છે. આ રાહત દક્ષિણ, ગુજરાત અને દક્ષિણ મરાઠા જિલ્લામાં અપાય છે, અને તે નિયમાનુસાર આપોઆ૫ અપાયા જ કરે છે. જ્યારે કોઈ પણ નવી આંકણી ચાલુ કરવામાં આવે છે, ત્યારે સરકારને આ રાહત આપવી કે ન આપવી તેનો વિચાર કરવાનો રહેતા નથી. એ રાહતના ઠરાવમાં સૂચવેલી શરતનું પાલન થતું હોય તો તરત જ આ રાહતો આપવામાં આવે છે જ.

સરકારે બારડોલી તાલુકામાં પ્રથમ ‘ઇગતપુરી રાહત’ આપવાની સૂચનાની ઘસીને ના પાડી હતી, અને પછી લોકોના દબાણને વશ થઈ રાહત આપવાનું ઠરાવ્યું છે એમ કહેવું એ બિલકુલ વાજબી નથી. આ તાલુકામાં તેમજ બીજા કોઈ પણ તાલુકામાં જ્યાં શરતનું પાલન થતું હશે ત્યાં હમેશાં ‘ઇગતપુરી રાહત’ આપવામાં જ આવશે. સરકાર આશા રાખે છે કે તમે તમને ટેકો આપનારાઓને આ બાબત વિષે સાચી સમજ પાડશો.

૮. ૧૯૨૮ ના ફેબ્રુઆરીની ૧૬ મી તારીખના ૭૨૫૯-બીના ૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળ પર મેં સહી કરેલી હોવાથી એમાં દર્શાવેલ વિચારો માત્ર સરકારના એક સેક્રેટરીના છે, અથવા તો તેણે તે પોતાની જ અંગત જવાબદારી ઉપરથી જ લખેલા છે એમ તમે માનતા હો એમ તમારા કાગળના નવમા ફકરા ઉપરથી સૂચન થાય છે. પણ આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક, પેલા કાગળમાં પણ નામદાર ગવર્નર અને તેની કાઉન્સિલના જ પાકા વિચારો મૂકવામાં આવ્યા હતા, અને છે એમ જ તમે સમજશો.

છેવટે હું તમને જણાવી દઉ છું કે ગવર્નર અને તેની કાઉન્સિલ તમારા કાગળના દશમા ફકરામાં દર્શાવેલી સૂચના સ્વીકારવા તૈયાર નથી. વળી એ પણ જણાવી દઉં છું કે આપણી વચ્ચે થયેલ તમામ પત્રવ્યવહાર વર્તમાનપત્રોમાં જાહેર થાય તો સરકારને લેશમાત્ર વાંધો નથી. સરકારે જે નીતિ ગ્રહણ કરી છે તે તમારી સમક્ષ સંપૂર્ણપણે છેવટની મૂકી દીધી છે. અને હજુ પણ આ સંબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તો જિલ્લાના કલેકટર મારફત પત્રવ્યવહાર કરવાની વિનંતિ કરું છું.

તમારો નમ્ર સેવક,
જે. વી. સ્મિથ
સેક્રેટરી, મુંબઈ સરકાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટ
 
૩૭૦