પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


૩. જરાયતના દર વધારવાનાં કારણો સમજવાં જ મુશ્કેલ છે. જ્યાં કારણ આપવામાં આવ્યાં છે ત્યાં કેવળ ક્ષુલ્લક કારણો છે. અને એ કારણો વિચિત્ર ભાષામાં વર્ણવવામાં આવ્યાં છે : ‘અમુક વર્ગનો હાલનો દર વધારાપડતો ન કહેવાય;’ ‘અમુક વર્ગમાં કંઈક વધારો તો થઈ શકે એમ છે.’ પહેલા વર્ગનાં ૪૦ ગામેાનો દર ૧૨ ટકા વધાર્યો છે, તે કેવળ સરભોણ ગામનાં ૧૯૨૭–૨૮ નાં ગણોતને આધારે વધાર્યો છે. બીજા વર્ગમાં તો જે બેચાર ગામમાં ગણોત વધારે દેખાય છે ત્યાંયે શુદ્ધ ગણોતો નથી એમ કમિટી જ કબૂલ કરે છે. ત્રીજા વર્ગ માં ૧૧ ગામ તપાસ્યાં. હતાં, તેમાંનાં પ ગામામાં તો કશો ગણોતનો આધાર નથી છતાં તે સૌમાં ૧૮ ટકા વધારવામાં આવ્યા છે. ઉવા ગામમાં જૂનું મહેસૂલ જ ગણોતના ૩૭ ટકા જેટલું છે, છતાં ત્યાં પણ ૧૮ ટકાનો વધારો સૂચવાયો છે ! ચોથા વર્ગનાં ગામોમાંનાં ઘણાંખરાં પાંચમાંમાં ઉતારવામાં આવ્યાં છે ― એ કારણે કે ત્યાં દર બહુ વધારી શકાય એમ નથી, અને ઘણાંક તો તાલુકામાં ગરીબમાં ગરીબ છે : છતાં એ પાંચમા વર્ગનો દર જૂના ચોથા વર્ગના દર કરતાં ૮ ટકા વધારે છે !

૪. ગણોતનો આધાર લેવો હતો તો બધાં જ ગામોના આંકડા તપાસવા જોઈતા હતા. અથવા તો શ્રી. જયકરના આંકડા તદ્દન ખોટા લાગ્યા તો દર હતા તેના તે જ કાયમ રાખવા જોઈતા હતા.

પ. દરેક વર્ગની જરાયત જમીનનો આકાર વધારવામાં આવ્યો છે, છતાં એ જમીનના ૩૫,૬૧૧ એકર તો ઘાસની જમીન છે, જે ઘાસ લોકો ઢોરોને માટે જ વાપરે છે, અને કમિટી કબૂલ કરે છે કે એ બહાર મોકલવામાં આવતું નથી. એ ઘાસિયાંના દર શા સારુ વધારવામાં આવે ?

આ તો સામાન્ય ટીકા થઈ. કેટલાક ખાસ ગામોને હડહડતો અન્યાય થયો છે :

૧. અંબાચ, દેગામા અને વેડછી ગામા તો ‘શાઉકારથી ચુસાયેલાં’ ગામો તરીકે વર્ણવાયાં છે. એ ગરીબ ગામમાંના વેડછી ને અંબાચ અમારી રાનીપરજ ખાદીપ્રવૃત્તિનાં કેન્દ્ર છે જાણે એ ખાદીપ્રવૃત્તિને લીધે જ એમને ૨૫ ટકા વધારાની સજા કરવામાં આવી હોય એમ લાગે છે.

૨. બીજા વર્ગનાં આઠ ગામ ― આફવા, અકોટી, કંટાળી, ખોજ, પલસોદ, પારડીકડોદ, ઉવા, સમાથાણ એ ગામો જરાયત માટે બીજા વર્ગમાં છે જ્યારે ક્યારી માટે પહેલા વર્ગ માં મૂકવામાં આવ્યાં છે. તાલુકાનાં ૧૩૭ ગામોમાંનાં ૧૨૯ ગામમાં જરાયત અને ક્યારી બંનેની જમીન એક જ વર્ગમાં છે, ત્યારે આ આઠ ગામોને ક્યારી માટે ખાસ ઊચા વર્ગમાં શા

૩૭૨