પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


એક કલમ મૂકો, પણ તે સરકારે જ નહોતી સ્વીકારી. છતાં આ ભૂલોની ખાતર હું સરકારની સાથે સત્યાગ્રહ કરવા નથી ઇચ્છતો. જે એક ભવ્ય સિદ્ધાન્ત છે તેને મારાથી એમ સસ્તો નહિ કરી મૂકી શકાય.

બીજી બાબતમાં સરકારે જે વૃત્તિ ધારણ કરી છે તેથી મને અફસોસ થાય છે. એ બાબતમાં મને તો મારી ફરજ સ્પષ્ટ ભાસે છે, અને હું સરકારને નોટિસ આપું છું કે જો નવા કાયદાને પરિણામે જે નવાં રિવિઝન થાય તેથી બારડોલીચોર્યાસીને લાભ થતો હોય તો મારે એ તાલુકાના ગરીબ ખેડૂતોને માટે એ કાયદાના અમલના લાભ માટે આગ્રહ ધરવો પડશે, અને તેમ કરવા ખાતર સત્યાગ્રહ કરવાનું જોખમ ખેડવું પડશે તો તે પણ હું કરીશ.