પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરકારની ધમકીઓ
 

બાંધવાનો હોય તો તો સવાલ વિશાળ સ્વરૂપ લે એમ છે — ખરી રીતે એક વાક્યમાં તે આમ મૂકી શકાય : નામદાર શહેનશાહના ફરમાનનો અમલ ચાલે કે કેટલીક બિનસરકારી વ્યક્તિઓનું રાજ ચાલે છે ? એ સવાલને, અને એ જ સવાલ હોચ તો તેને, સરકાર પોતાની પાસે છે તે સર્વ સામગ્રીશક્તિથી પહોંચી વળવા તૈયાર છે; અને તપાસ સ્વીકારવાનું વચન આપવામાં આવે તે પહેલાં તે માટે સરકારે મુકેલી જરૂરી શરતો જિલ્લાના પ્રતિનિધિઓ સ્વીકારે છે કે નકારે છે તે ઉપરથી સરકાર અને ઇલાકાની પ્રજા તેમજ હિંદી સરકાર આગળ મુદ્દાનો કયો સવાલ ઊભો છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવશે.

જો નવા મહેસૂલના ન્યાયી કે અન્યાયીપણાનો જ સવાલ હોય તો તો, આખું મહેસૂલમાગણું ભરાઈ જાય તે પછી અને અત્યારની હિલચાલ સદંતર બંધ કરવામાં આવે તે પછી સરકાર, સરકારી યાદીમાં જણાવવામાં આવેલી સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસકમિટીને આખો સવાલ સોંપવા તૈયાર છે. આ દરખાસ્તો મૂકવામાં સરકારને સૌથી વિશેષ એ ઈંતેજારી રહી છે કે બારડોલી તાલુકાના ખેડૂતો આજે મહેસૂલ નહિ ભરવાની હિલચાલને પરિણામે, — જે હિલચાલના ન્યાયીપણા વિષે આ સભાના કેટલાક સભ્યોને શંકા છે, — જે કમનસીબ પરિસ્થિતિમાં પટકાયા છે તેમાંથી તેમને જેમ બને તેમ તેમ જલદી ઉગારી લેવા. આથી, બારડોલી તાલુકાના ખેડૂતોના પ્રતિનિધિ તરીકે મને સૂરત ખાતે મળવા આવેલાઓ આગળ મેં સરકાર વતી જે દરખાસ્તો રજૂ કરી હતી તે જ માનવંતા સભાસદો આગળ હું મૂકું છું. એ દરખાસ્તો છાપામાં આવી ગઈ છે એટલે તે ફરીથી કહી જવાની જરૂર નથી, પણ આટલું તે મારે સ્પષ્ટ કરવું પડશે કે એ દરખાસ્તો કંઈ સમાધાનીના ભાગ તરીકે નહિ પરન્તુ સરકારના ચોકસ અને છેવટના નિર્ણયરૂપે જ છે. એ દરખાસ્તો વાજબી છે, અને ગમે તે વિનીત માણસને તે માન્ય રહે એવી છે. તે દરખાસ્તોમાં ફેરતપાસ માટે આવશ્યક એવી કેટલીક શરતો જણાવવામાં આવી છે, અને તેમાં કશો ફેરફાર કરી શકાય નહિ. આ દરખાસ્તોમાંનો મુદ્દો લઈશ, અને તે નવી આંકણી મુજબનું સરકારી મહેસૂલ ભરપાઈ કરવા વિષેનો. આ શરત મૂળમુદ્દાની છે, અને તે કાયદેસર તેમજ બંધારણસરની માંગણી છે. એને ઇનકાર કરવા એ બિનકાયદેસર અને રાજબંધારણ વિદ્ધ છે. સુરત ખાતે મને જણાવવામાં આવ્યું હતું કે આ નવું મહેસૂલ ભરવા વિષેની શરત સ્વીકારી શકાય એમ નથી, અને

૩૮૧