પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫ મું
બારમી ફેબ્રુઆરી
 


કલ્યાણજી : હા; નરહરિભાઈએ પોતાના લેખમાં એ અન્યાયની વાત તો જાહેર આગળ મૂકેલી જ છે.

ગાંધીજી : નરહરિના લેખો વાંચેલા યાદ છે, પણ આ વધારાની સામેની દલીલો તેમાં વાંચેલી યાદ નથી. ગમે તેમ હોય, એટલું યાદ રાખવાનું છે કે લોકલાગણી આપણી સાથે હોવી જ જોઈએ, અને તે માટે અન્યાય ચોખ્ખો દેખાઈ આવવો જોઈએ. વળી એક બીજી વાત, લડવાને તૈયાર તો થયા છે, પણ સત્યાગ્રહના મુદ્દા સમજીને તૈયાર થયા છે ? જો એ ન સમજ્યા હોય, અને વલ્લભભાઈના જોર ઉપર જ ઊભા થયા હશે તો વલ્લભભાઈને અને તમને બધાને સરકાર ઉપાડી લે પછી તેઓ ટકી રહેશે ખરા ?

કલ્યાણજી : એટલા ઊંડા ઊતરીને અમે તપાસ નથી કરી.

ગાંધીજી : એ જાણવું રહ્યું; પણ વલ્લભભાઈ શું કહે છે ?

આ ચર્ચા ચાલતી હતી ત્યાં વલ્લભભાઈ રસ્તા ઉપર ભેળા થયા. વલ્લભભાઈએ જણાવ્યું કે પોતે કેસ તપાસી ગયા છે અને લડત વાજબી લાગે છે. વલ્લભભાઈએ નિશ્ચય કરી લીધો છે. એમ લાગતાંની સાથે જ ગાંધીજી બોલ્યા : ‘ ત્યારે તો મારે એટલું જ ઇચ્છવું રહ્યું કે વિજયી ગુજરાતનો જય હો.’

પણ શ્રી. વલ્લભભાઈએ નિશ્ચય કરી લીધો હતો શું ? અને કર્યો હતો તો તેમ કરતાં તેમને કેટલી ગૂંચવણ પડી હશે ? નાગપુરબોરસદના વિજયી સેનાપતિને સત્યાગ્રહની વાત સાંભળી કે લડવાનું મન થઈ જાય એવું નહોતું. નાગપુર અગાઉ થોડા જ દિવસ પહેલાં જ્યારે તેઓ રંગૂન ગયા હતા તે દરમ્યાન તેમના કેટલાક સાથીઓએ સવિનય ભંગની વાત ઉપાડી હતી. તેમને ઠંડા પાડતાં તેઓ ચૂક્યા નહોતા. ૧૯ર૭ માં નાગપુરમાં સવિનય ભંગ શરૂ થયો હતો અને તેની આગેવાની લેવાનો ઘણા મિત્રોએ આગ્રહ કર્યો હતો, એ બાબત મહાસભાના કાર્યવાહક મંડળે પણ કંઈક ઠરાવ કર્યો હતો, પણ તેમણે એ વાત ઉપાડવાની સાફ ના પાડેલી, કારણ તેમને એ લડત ઉપાડવાને કારણો પૂરતાં નહોતાં

લાગેલાં. પ્રસ્તુત સમયે તો તેઓ છેક છૂટા હતા એમ પણ ન

૩૩