પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ મું
લૂલા બચાવ
 


છે તેની સાથે સને ૧૮૩૩ માં લેવામાં આવતા આકારનું પ્રમાણ ૧૧૭ અને ૧૦૦ નું છે. એટલે સો વર્ષમાં માત્ર ૧૭ ટકાનો વધારો થયો છે.’ હવે આમાં કેટલું ખોટાણું રહેલું છે તે જોઈએ. ૧૮૩૩ માં મિ. ઍંડર્સનના કહેવા પ્રમાણે ખેડાણને લાયક જમીન ૩૦,૦૦૦ એકર હતી, આજે તે ૧,૩૦,૦૦૦ જેટલી છે. આ ખેડાણની જમીન શી રીતે વધી ? નવી જમીન જે ખેડાણને લાયક જમીનમાં ગણાઈ તેમાં કેટલીક ખરાબાની હતી અને કેટલીક ચરણ અને ‘વાડા’ની હતી. ૧૮૩૩ પહેલાં એવો રિવાજ હતો કે ખેડૂત જેટલી જમીન ખેડે તેના પ્રમાણમાં તેને અમુક જમીન ચરણને માટે મફત મળે. ૧૮૩૩ પછી ૧૮૬૬ સુધી આ ચરણની જમીન ઉપર વીઘે ૧ રૂપિયો લેવાનો શરૂ થયો, અને ૧૮૬૬ થી આ બધી જમીન જરાયત ગણાવા લાગી અને તેની ઉપર મહેસૂલ પણ બીજી જરાયત જમીનના દરે જ લેવાવા લાગ્યું. હવે આપણે જોઈએ કે જે વધારાને મિ.ઍંડર્સન સેંકડે ૧૭ ટકા તરીકે વર્ણવે છે તે વધારો ખરી રીતે કેટલો છે. બારડોલી તાલુકાના સરભોણ પરગણામાં ખેડૂતને ૨૦ વીઘાં ખેડાણની જમીન સાથે ૬ વીઘાં ચરણની અથવા વાડાની જમીન મળતી. એટલે કે વીઘાનો આકાર રૂ. ૫ ગણીએ તો એ ખેડૂતને ૨૬ વીઘા જમીનને માટે ૧૮૩૩ સુધી

(૨૦ × ૫) + (૬ × ૦) = ૧૦૦ રૂપિયા

ભરવા પડતા. અને ૧૮૩૩ પછી એટલે ૧૮૬૬ સુધી

(૨૦ × ૫) + (૬ × ૧) = ૧૦૬ રૂપિયા

ભરવા પડતા. પણ ૧૮૬૬ થી પેલા ૬ વીઘાના પણ રૂ. ૫ લેખે ૩૦ રૂપિયા ચડવા લાગ્યા, અને જૂના દર ઉપર મિ. ઍંડર્સન ૧૭ ટકા ચડ્યા છે એમ કહે છે એટલે ૨૬ વીઘાનું મહેસૂલ આજે

(૨૦ × ૫.૮૫) + (૬ × ૫.૮૫) = રૂ. ૧પર.૧૦

થવા જાય છે. એટલે કે ૧૮૩૩ માં એ ખેડૂતને જેટલી જમીનના ૧૦૦ રૂપિયા પડતા હતા તેટલી જ જમીનના આજે ૧પર રૂપિયા પડે છે. એટલે મહેસૂલ ૧૭ ટકા નહિ પણ પર ટકા વધ્યું છે. પણ ખેડૂતની ખોટ તો એ ઉપરાંત ઘણી છે. અસલ વાડા મફત

૭૩