પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૧
‘નાદીરશાહી’

“સરકારે ધાર્યું છે કે અહીંના સુંવાળા અને પોચા વાણિયાઓને જ સૌથી પહેલા જ ચાંપી જોવા. ગાબડું એકવાર પડ્યું તો ધીરેધીરે આખી ઈમારત ગબડી પડશે.”

પ્તીનાં કાગળિયાં તો જાણે જીનતાનની જાહેરખબરના જેવાં નકામાં હોય એમ લોકો ગણવા લાગ્યા. શ્રી. વલ્લભભાઈ કહે : ‘પેલાં પીળાં કાગળિયાં આવે એને તમારી લડતનાં સંભારણાં તરીકે આયનામાં મઢાવીને ઘરમાં લટકાવી રાખો. તમારી ભવિષ્યની પ્રજા પણ એને જોઈ ને અભિમાન લેશે કે અમારા બહાદુર બાપદાદાએ સરકાર સાથે લડત માંડી હતી.’

બસ થયું. આમ સરકારના દરેક પગલાને હસી કાઢવામાં આવતું જાય, અને લોકોની ભડક ભાંગતી જાય. પત્રિકાઓમાં અમુક ઠેકાણે પીળાં પતાકડાં ચોડાયાં છે એમ ટોળથી રોજ ઉલ્લેખ થાય અને લોકો ચોરા ઉપર બેસીને તલાટીના ઉત્સાહ ઉપર હસે. તલાટી જપ્તી કરવા નીકળતા નહિ એમ નહિ. નીકળતા તો ખરા, પણ જપ્તીની રીતોથી અજાણ તલાટીઓ હજી જપ્તી કરતાં બરોબર શીખ્યા નહોતા. અને ભલભલા જપ્તીવાળાઓને પાણી પાવાની કળામાં પ્રવીણ શ્રી. મોહનલાલ પંડ્યા અને દરબારસાહેબની પાસે લોકો તે કળા શીખવા લાગ્યા હતા. બાળકો પણ જાણતાં હતાં કે તલાટી વેઠિયો લઈને ઘર તરફ આવે ત્યારે શું કરવું. સ્વયંસેવકો તો તલાટીની પાસે જઈને શ્રી. વલ્લભભાઈના ભાષણમાંથી તેમને તેમના કર્તવ્ય વિષેના ફકરા વાંચી સંભળાવે. રવિશંકરભાઈ લોકોને કહે : ‘બાબર દેવાના જેવું એક કોળું સરકારને ડરાવતું હતું, લોકો પણ તેનાથી ત્રાહિ ત્રાહિ પોકારતા હતા. પણ વલ્લભભાઈસાહેબે બોરસદમાં લડત ઉપાડી તેને પ્રતાપે

૭૬