પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘નાદીરશાહી’
 


લોકોમાં એવું બળ આવ્યું કે બાબર દેવો ભાગતો ફરવા લાગ્યો.’ આ બળ ગરીબડી રાનીપરજ કોમમાં આવવા લાગ્યું. એક રાનીપરજ પટેલે મહાલકરીને જપ્તીમાં મદદ કરવાની ઘસીને ના પાડીને કહ્યું, ‘મારી પાસે પટાવાળા કે વેઠિયા નથી, હું શું કરું ?’

છાવણીઓમાં રોજરોજ સ્વયંસેવક વધતા જતા હતા. બામણીની દરબારસાહેબની છાવણી દરબારને શોભે એવી હતી. એક સજ્જને પોતાનું રાચરચીલાવાળું ઘર તેમને સોંપ્યું હતું, સાયંકાળે ત્યાં ‘નવજીવન,’ ‘આત્મકથા,’ ‘પત્રિકાઓ,’ વલ્લભભાઈસાહેબનાં ભાષણો વંચાય, પ્રાર્થના થાય, અને મોડા મોડા રાત્રે લોકો છૂટા પડે. ફૂલચંદભાઈનાં ભજનથી રસ જામે તે જુદો. આ ‘દરબારી’ છાવણીની વાત થઈ. ગરીબની છાવણીમાં ગરીબને છાજે એવો ઠાઠ રહેતો. જુવારની કડબ અને પરાળનાં છાયેલાં છાપરાંમાં બાલદાની છાવણી હતી. પણ ત્યાં પણ રંગ તો બીજી છાવણી જેટલો જ જામતો.

વાલોડના બીજા જે વણિક સજ્જન આજ સુધી પશ્ચાત્તાપ કર્યા વિના બેઠા હતા તેમને હવે પશ્ચાત્તાપ થયો અને તેમણે રૂ. ૬૫૧નું દાન પ્રાયશ્ચિત્તરૂપે કર્યું. આ અને એવા દાખલાઓથી લોકો કંઈક હદ ઓળંગવા લાગ્યા. બહિષ્કારનું શસ્ત્ર જ એવું છે કે જેમાં હદ ચાતરવાનો ભય હમેશાં રહે છે. તેમાં બારડોલીના લોકો જેમણે પોતામાં રહેલા બળનો આ પહેલી જ વાર અનુભવ કર્યો હતો તેનું શું પૂછવું ? અત્યાર સુધી ‘કડોદનો કાળો ડાઘ’ તાલુકાને નામોશીરૂપ હતો. કડોદ લડતમાં નહોતું જોડાયું એટલું જ નહિ પણ ત્યાંના પૈસા ભરી દેનારા શ્રીમંતો બીજાને સતાવતા પણ ખરા. તેઓ પોતાના ગામની પોતાની જમીનનું જ નહિ પણ બહારગામની જમીનનું મહેસૂલ પણ કટકે કટકે, લોકોને સતાવવાની ખાતર જ જાણે, ભર્યે જતા હતા. આવા માણસોની જમીન ગણોતે કદી ન ખેડવાનો ઠરાવ કરવાને માટે આસપાસના ગામના ખેડૂતોની સભા ભળી. તેને ત્યાં મજૂરોને કામ કરવા ન જવા દેવાનો પણ ઠરાવ વિચારમાં આવ્યો, અને કડોદ ઠેકાણે ન આવે ત્યાં સુધી આખા કડોદની સાથે અસહકાર

૭૭