પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સત્યવીર શ્રદ્ધાનંદ : ત્રીજી આવૃત્તિ

બરાબર શ્રી શ્રદ્ધાનંદજીની ચોથી સંવત્સરી ઉપર જ આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરી શકાય છે એ લેખકનું સદ્ભાગ્ય છે. તરૂણજીવનના કૈં કૈં કોયડા રજૂ કરતી અને તેનો વીરતાભર્યો ઉકેલ કાઢતી આ આપવીતી ગુજરાતનાં હજારો યુવાન-યુવતીઓની રગેરગમાં સીંચાઈ જાય એ જોવાની આકાંક્ષા છે.

રાણપુર
૧૫ : ૧૨ : '૩૧
ઝવેરચંદ મેઘાણી
સત્યવીર શ્રદ્ધાનંદ : બીજી આવૃત્તિ

પહેલી આવૃત્તિ માર્ચમાં છપાઇ નવ માસમાં બે હજાર નકલો ખૂટી જતાં આ ડીસેમ્બરમાં જ બીજી આવૃત્તિ કાઢવાનું સૌભાગ્ય આ પુસ્તકને પ્રાપ્ત થયું છે તે પુસ્તકના નાયક પ્રતિનો પૂજ્યભાવ અને પુસ્તકના સંપાદક પ્રતિનો વાંચનારી દુનિયાનો પ્રેમ બતાવે છે. પૂજ્ય સ્વામીનું જીવન આપણાં ઘેરેઘેર વંચાય, હૃદયેહૃદયમાં સ્થપાય અને ડગલે ડગલે અનુસરાય એ મનોકામના, ભાવના અને પ્રાર્થના છે.

રાણપુર
૨૮ : ૧૨ : '૨૭
}
પ્રકાશક
સત્યવીર શ્રદ્ધાનંદની પહેલી આવૃત્તિ

આ પુસ્તકના સંપાદન પરત્વે નીચેનાં પુસ્તકોનો ઋણસ્વીકાર કરૂં છું.

૧. કલ્યાણ-માર્ગકા પથિક : સ્વામીજીનું પોતાનું લખેલું અને કાશીના જ્ઞાનમંડળ કાર્યાલયે કેવળ સેવાભાવે જ પ્રગટ કરેલું આ આત્મવૃત્તાંત આપોઆપ વડોદરા આર્યકુમાર પુસ્તકાલયના