પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યસમાજનો ઉદ્ધારક

સમય તો સદાને માટે દૂર જ રહી ગયો. કલ્યાણમાર્ગના એ મહાન પ્રવાસીને સ્વમુખેથી જ પોતાના તીવ્ર જીવનસંગ્રામનો આ રોમાંચક ઇતિહાસ સાંભળ્યા પછી એના જીવનના આકાશચુંબી મિનારાઓ કેવી કેવી રીતે ચણાયા તે વૃત્તાંત તો આપણે જ એની છૂટીછવાયી નેાંધમાંથી તારવી લેવું રહ્યું છે કૈં કૈં અણમોલ ઘટનાઓ તો એમના એકલાના જ અંતરમાં ગુપ્ત પડી પડી આત્મનિવેદનને બીજો કોઈ અવસર શોધી રહી હશે, તે તો હવે એમની ચિતામાં જ ભસ્મ થઈ ચુકી છે. ચાલો પાઠક ગણ, આપણે હવે એ અમૃતઝરણી વાણીના અાત્મેાદ્ગારોની આશા ત્યજી દઈ, એણે પોતાની પાછળ મૂકેલા અનેક કીર્તિસ્થંભેનાં ઉપરછલાં જ દર્શન કરી લઈએ.

નાસ્તિકતાનો એ પ્રબલ પ્રવાહ જે દિનથી આસ્થામાં પલટી જઈ વેદ ધર્મના પુનરૂદ્ધાર રૂપી મહાસાગર તરફ ચાલી નીકળ્યો, તે જ દિવસે એના સામર્થ્યની જાણ શહેરે શહેર થવા લાગી હતી. જાલંધરના આર્ય સમાજ તરફથી કહેણ મળ્યું કે 'અમારી શાખાના પ્રધાન બનો !' મિત્રોનું