પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯

વકીલાતની ગાડી


ઉચ્ચ, ગંભીર અને આશ્વાસક ભાવે આપોઆપ અનુભવાવા લાગ્યા. પંડિતોએ જ્યારે મુન્શીરામજીને વ્યાકરણની મદદ વિના પણ મંત્રોના ઊંડા મર્મો વલોવતા દેખ્યા, ત્યારે તેઓએ વિસ્મય પામીને ઉચ્ચાર્યું કે વેદના ભેદ પામવા માટે વિદ્વત્તા કરતાં વધુ અગત્ય તો માનસિક શુદ્ધિની જ છે.

ચપટી લોટ

હિન્દુ સમાજની જડતા તોડવા નીકળેલા આર્યસમાજ પંડિતોને, શાસ્ત્રીઓને અને લંપટ ધર્મગુરૂઓને મન તે હિન્દુત્વનો મહારિપુ હતો. અને તેથી એને ધાર્મિક મદદ દેનારા બહુ ઓછા હતા. એટલે પ્રાચીન દાન–પ્રણાલીને સજીવન કરવાની કલ્પના દોડાવીને મુન્શીરામજીએ તથા મિત્રોએ બે ફંડો કાઢ્યાં : એક 'આટા ફંડ' ને બીજું 'રદ્દી ફડ.' “આટા ફંડ” એટલે કે પ્રત્યેક રવિવારે આર્યસમાજનો સભાસદ ઘેર ઘેર જઈને ચપટી લોટ માગી આવે અને તેમાંથી સમાજનું કામ ચલાવે. આ પ્રથાનો પ્રચાર એટલે તો લોકપ્રિય બન્યો કે 'દયાનંદ કોલેજ'ની આવકમાં તેનો હિસ્સો ઘણો મોટો બની ગયો. ઘણાં ખરાં ઘરોમાં તો 'ધર્મ-ઘટ' એટલે કે 'માટલી' જ મૂકવામાં આવી હતી અને ગૃહિણીઓ રોજ પ્રાતઃકાલે ઘંટીમાંથી લોટ ઉધરાવ્યા પહેલાં એક ચપટી લોટ આર્ય સમાજને નિમિત્તે એ ધર્મ-ઘટમાં પધરાવતી હતી. આ પ્રથા બનાવનાર કોણ હતો ? એક 'રમતારામ' નામનો લાંબો, પાતળો સાધુ હતો. એક વાર