પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મંત્રીજીએ મોકલી આપેલું. તેનાં કુલ ૨૦૦માંથી ૬૭ પૃષ્ટોમાં મેં અર્ક નિચોવી લઈ એ પુરુષવરની જ વાણીમાં મૂકેલ છે. પરંતુ સ્વ. સ્વામીજીના વિચારો કે ઉદ્ગારો સાથે છૂટ લીધી નથી.

૨. The Gurukul through European eyes

૩. 'બંદીઘરકે બિચિત્ર અનુભવ' સ્વામીજીનું લખેલું.

૪. 'અલંકાર' માસિકનો શ્રદ્ધાનંદ–બલિદાન અંક.

એ ત્રણે નાની ચોપડીઓ કાંગડી ગુરુકુલમાંથી શ્રી શંકરદેવ વિદ્યાર્થીએ મોકલી હતી તેમાંથી પણ દોહન કરેલું છે.

એ તમામ અજાણ્યા સહાયકોનો હું વારંવાર આભાર માનું છું.

ઝવેરચંદ મેધાણી

ફાલ્ગૂની પૂર્ણિમા : ૧૯૮૩

'નરવીર લાલાજી'નું નિવેદન

આ મહાપુરુષનું ટૂંકું છતાં સંગીન ચરિત્ર આપવાની ઉમેદ હોવાથી જરૂરી સામગ્રી મેળવતાં અને વલોવતાં વિલંબ થયો છે; છતાં જેટલું અપાયું છે તેથી અધિક હજુ અપ્રગટ પડ્યું છે. એમને પોતાને પોતાનું આત્મ–ચરિત્ર લખવાનો આગ્રહ વારંવાર થયેલો, પરંતુ આત્મસ્તુતિને અને એને કટ્ટર વેર હતું. તેથી એમના પ્રાણમાં સંઘરાયેલી વાતો તો હવે ખાક થઈ છે, છતાં એમના બચપણના મિત્ર ભાઈ પરમાનંદ, લાલા હંસરાજ વગેરે તેમ જ એમના અંતેવાસી પટ્ટ શિષ્ય લાલા ફિરોઝચંદ એ બધાની પાસે સદ્દગતનાં ઢગલાબંધ ઉમદા સંસ્મરણો છે, એ તમામ સામગ્રીને પ્રગટ કરવાનો નિશ્ચય લાલા ફિરોઝચંદે કરેલો છે. કદાચ એને વાર લાગશે. આજ તો એ બધાનાં હૃદય વ્યથામાં તેમ જ સદ્ગતની સેવા-પ્રવૃત્તિઓને અવિરત રાખવાના પ્રયત્નોમાં ડૂબ્યા છે. પરંતુ એ સંઘરેલો ઇતિહાસ જ્યારે બહાર પડશે. ત્યારે અમારે તો આ ભાગની અપૂર્ણતા પૂરવા