પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૦૨


પ્રવાસ આદર્યો, નદીને કિનારે પહોંચતાં જ ઊંચા પહાડોનું મહાદૃશ્ય ઉઘડવા લાગ્યું અને કોઈ પ્રચંડ દેવાલયના ઘુમ્મટો ઊભા હોય તેવા બરફઢાંકયા સફેદ હિમાલય-શૃંગોને ચરણે એ બધા ડુંગરાઓ જાણે કે દીન ભક્તિભાવે વંદના દઈ રહ્યા દેખાયા. નદીનું પ્રત્યેક હિમધવલ મેદાન સૂર્યોદયમાં ઝળહળતું થયું. એવો સૂર્યોદય મેં કદી જોયો નથી.

'ત્યાંથી અમે ત્રાપામાં બેઠા. ગ્યાસલેટના ડબા ઉપર વાંસડા ઢાળીને બનાવેલ એક તકલાદી ત્રાપો, અાંખના એક મિચકારાની અંદર તો અમને મધવહેનમાં ઉપાડી ગયો. ઊંડા ઊંડા ઘૂનાઓમાં અમે લહેરથી તરવા લાગ્યા, ત્યારપછી વળી નદીનો પ્રવાહ અમને થપાટો દેવા લાગ્યો અને નાજુક ત્રાપો આમ તેમ ઊછળવા મંડ્યો. વળી પાછું ઊંડું પાણી : ને ફરીવાર પાછાં પાણીનાં ભમ્મર ચક્કર: ઘુમરી ખાતી, વાંક વળતી ને થપાટો દેતી એ ગંગા પોતાની પીઠ પરના આ નાનકડા બેાજાને વેગથી ખેંચતી હતી અને અમારી બન્ને બાજુ વાંદરાં બોલતાં હતાં. જંગલનાં વિચિત્ર પ્રાણીઓ બહાર ડોકાઈ ડોકાઈને પાછાં લાંબા ઘાસની ઓથમાં છૂપાઈ જતાં હતાં. એક રેતાળ આરે અમે ઊતર્યા અને એક ધગધગતે, ધૂળ ભરેલે રસ્તે થઈને અમે જંગલમાં દાખલ થયા. અમારા માથોડાથી પણ ઊંચું પીળું ઘાસ ઊભું હતું : પહાડની શીતળ લહરીઓ હવે અમારી પછવાડે આવતી નહોતી, અને સૂર્ય અમને બાળતો હતો. આખરે અમે એક લાંબા, સીધા અને