પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા


કંઈક ઝાડની છાંયડીવાળા માર્ગ પર આવ્યા. આઘે આઘે જોયું તો એક ઊંચા સ્થંભ ઉપર વાવટો ફરકતો હતો: ગુરૂકુળ દેખાતું હતું.

“એ શાળા અાંહીં શા માટે ? જનતાથી દૂર દૂર: જગતના વાયરા જ્યાં બાળકોના આત્માને સ્પર્શી ન શકે એવી કોઈ નિર્જનતાને ખોળે શા માટે ? કારણ કે એ કાંઈ સરકારી કોલેજ નહોતી ખોલવી: ભલા હિન્દી યુવકોને નમાલા અંગ્રેજો નહોતા બનાવવા. આર્યાવર્તના સંસ્કારોને તેઓના પ્રાણમાંથી ઉખેડી લઈ તેને બદલે પરદેશી અપલક્ષણોનું ઘાસ ઉગાડનારી અવિદ્યા નહોતી આપવી : ત્યાં જનારા બાલકને તે પોતાની હિન્દી સંસ્કૃતિનાં જ પયપાન કરવાનો, માતૃભાષા મારફતે જ જ્ઞાનદીપક પ્રકટાવવાનો, અને પાશ્ચાત્ય ભાષાજ્ઞાન તેમ જ પાશ્ચાત્ય વિદ્યાને તો એના શિક્ષણક્રમમાં ગૌણ સ્થાને જ ગોઠવવાનો આ સંસ્થાનો નિશ્ચય હતો : એટલું જ નહિ પણ આ સંસ્થાનો અભ્યાસકાળ પૂરો થતાં વિદ્યાર્થીએાએ પવિત્ર વેદગ્રંથોમાંથી નિતારેલી વિદ્યાને મગજમાં ભરી અને અંતરમાં ધર્મભાવના ધારણ કરી સ્વામી દયાનંદનો જ જ્ઞાન-દીપક ફેરવવા જગતમાં વિહરવાનું ધ્યેય હતું: પોતાનો નિર્વાહ એણે સરકારી નોકરીમાંથી નહિ, કાયદાના કાવાદાવામાંથી નહિ પણ વૈદક, ખેતી અને શિક્ષણ સરખા પ્રજાના રોજીંદા જીવનની સાથે સંકળાયેલા વ્યવસાયો માંથી જ મેળવવાનો હતો. એટલા માટે જ આ શાળાને જગતના