પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૦૪


ધોરી માર્ગોથી આઘે અને શહેરોથી દૂર રાખવાની હતી, દુન્યવી મારામારીના કોલાહલ ત્યાં પહોંચવા ન જોઈએ, અને શહેરી યંત્રકારખાનાંના ધુમાડાના એાછાયા ત્યાં ઊતરવા ન જોઈએ એવી રચના કરવાની હતી. એ સંસ્થામાં શિક્ષણ શાળા અને સાધુમઠ એ બન્ને તત્ત્વોનો સમન્વયમ કરવો હતો. માટે જ મુnશીરામે જંગલ શોધ્યું.

* * *

“અધિકારશાહીની દૃષ્ટિમાં તો આ બધું ગોટાળાભર્યું થઈ પડ્યું છે. એના શિક્ષકમંડળમાં કોઈ અંગ્રેજ ન મળે, શિક્ષણના વાહન તરિકે અંગ્રેજી ભાષા ન મળે, પંજાબ યુનીવર્સિટીએ ઠરાવેલાં પાઠયપુસ્તકોનો અહીં ઉપયોગ નહિ, યુનીવર્સિટીની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને મોકલવામાં આવે નહિ, ગુરૂકુળ પોતે જ પોતાની પદવીઓ આપે ! આટલો આટલો વિરોધ જોતાં જ તાજ્જુબ બનતા અધિકારીઓના મોંમાંથી હેરતભર્યો ઉચ્ચાર નીકળતો કે 'રાજદ્રોહ!' પરંતુ ગુરૂકુળ ઉપરનો આ ફેંસલો આખરી નહિ લેખાય. મેકોલેના લખેલા ૧૮૩૫ના ખરીતા પછી, હિન્દી કેળવણીની અંદર આ એક અસાધારણ ક્રાંતિ હતી. મેકોલેના ખરીતાનાં શેાચનીય પરિણામો ખટકતાં તો હતાં એકેએક હિન્દીને, પણ એ વેદનાને નવા પ્રયોગોમાં રેડી દેનાર તો આ ગુરૂકુળના સ્થાપકને એકને જ મેં જોયો.

'પ્રતાપ છાંટતી છટાથી ડગલાં દેતી એ ઊંચી અને ભવ્ય