પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માટે એક બીજો ભાગ આપવાનો જ રહેશે. એ પૂરવણીમાં સદ્‌ગતનાં વિપૂલ અને વિસ્મયકારી લેખનોમાંથી પણ યથોચિત દોહન કરી લેવાશે.

આ પુસ્તકની કેટલીએક જરૂરી લેખન-સામગ્રી પૂરી પાડનાર તેમ જ ઇંતેજારીભર્યો આત્મીય ભાવ દર્શાવનાર બંધુ શ્રી શંકરદેવ વિદ્યાલંકાર (ગુરૂકુલ-સુપા : નવસારી) અમારા આભારના અધિકારી છે. બીજો આભાર લાલાજી રચિત પુસ્તકો પૂરાં પાડનાર બંધુ શ્રી રંગીલદાસ કાપડીઆનો થયો છે.

પુસ્તક બે વિભાગમાં વહેંચાયું છે: પ્રથમ વિભાગ 'જીવન-કથા'ના લખનાર ભાઈશ્રી કકલભાઈ કોઠારી છે, બીજો 'જીવન-સ્મૃતિ' નો ભાગ ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યો છે.


સૈારાષ્ટ્ર સાહિત્યમંદિર
રાણપુર : ૧ : ૨ : ૨૯
}
પ્રકાશક
નરવીર લાલાજીનું નિવેદન : બીજી આવૃત્તિ

નરવીર લાલાજી'ની પહેલી આવૃત્તિમાં બે વિભાગ હતા : તેમાંથી જીવન-કથાનો ભાગ ઉડાવી દીધો છે. એમાંના પ્રસંગો-લગભગ તમામ આ બાકી રહેલ જીવન-સ્મૃતિમાં સંકળાઈ જાય છે. તે છતાં ચોપડી દસ આનાની હતી, તે ચાર આને આપી શકાય છે.

વસ્તુને જફા પહોંચાડયા વિના આવું વિભૂતિ-સાહિત્ય પાણીમૂલે આપી શકાય એ એક જ નેમથી આ ફેરફાર કર્યો છે.

'બહારવટિયો જોગીદાસ' અને 'એાળીપો' પછી, ચાર આનાની ચે૫ડીની યોજનાનું આ ત્રીજું ફળ છે.

સૈારાષ્ટ્ર સાહિત્યમંદિર
અધિક આષાઢ ૧૯૮૭
}
લેખકો